શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારત-ચીન સરહદ વિવાદની વચ્ચે PM મોદી લદ્દાખના નીમૂ પોસ્ટ પહોંચ્યા, આર્મી-વાયુસેનાના જવાનોને મળ્યા
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ આજે લેહનો પ્રવાસ કરવાના હતા પરંતુ તેમનો લેહ પ્રવાસ રદ્દ થયો હતો.
નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ વિવાદની વચ્ચે પીએમ મોદી આજે અચાનક લેહ પહોંચ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ આજે લેહનો પ્રવાસ કરવાના હતા પરંતુ તેમનો લેહ પ્રવાસ રદ્દ થયો હતો. હવે અહેવાલ મળી રહ્યા છે કે, પીએમ મોદી ખુદ લેહ પહોંચ્યા છે. જાણકારી મળી છે કે, ખીણમાં ઘાયલ થયેલ જવાનો સાથે પીએમ હોસ્પિટલમાં મુલાકાત કરશે. સીડીએસ બિપિન રાવત પણ પીએમ સાથે હાજર છે.
પીએમ મોદીનો લેહ પ્રવાસ આવા સમયે ઘણો મહત્ત્વનો મનાય છે, જ્યારે ભારત અને ચીનની વચ્ચે ડિપ્લોમેટીક સ્તર પર વાતચીત ચાલી રહી છે. કહેવાય છે કે, પીએમ મોદીના લેહ પહોંચવાની અસર એવા ચીની સૈનિકોના મનોબળ પર પડી શકે છે જેની પાછળ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તૈયાર નથી. કારણ કે 15-16 જૂન દરમિયાન રાત ગલવાન ખીણમાં થયેલ હિંસક અથડામણમાં અત્યાર સુધી ચીને પોતાના જવાનોની શહાદતની વાત સ્વીકારી નથી. પરંતુ ભારતના પીએમે માત્ર પોતાના જવાનોના શહાદત ને યાદ કરવાની સાથે સાથે તેમનું મનોબળ વધારવા પણ પહોંચી ગયા.
હાલમાં જ ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં અહેવાલ પ્રકાશિત થયો હતો કે ત્યાંના પૂર્વ સૈનિક એ વાતને લઇને નારાજ છે કે, શી જિનપિંગે પોતાના દેશના જવાનોની શહાદત પર એક શબ્દ પણ ન કહ્યો. એવામાં કહેવાયછે કે, ચીનમાં જૂના અને નવા સૈનિક મળીને બગાવત તરફ આગળ વધી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion