PM Modi Birthday: અમિત શાહ, યોગી આદિત્યનાથ અને નીતિશ કુમારે વડાપ્રધાનને પાઠવી જન્મદિવસની શુભકામનાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ આપવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं। उनके स्वस्थ एवं दीर्घायु जीवन की कामना है।@narendramodi
— Nitish Kumar (@NitishKumar) September 16, 2024
બિહારના મુખ્યપ્રધાન અને જનતા દળ યુનાઈટેડ (JDU)ના પ્રમુખ નીતિશ કુમારે PM મોદીને અભિનંદન આપતાં કહ્યું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. તેમના સ્વસ્થ અને લાંબા આયુષ્યની શુભેચ્છાઓ.
अपने अथक परिश्रम, साधना व दूरदर्शिता से देशवासियों के जीवन में सकारात्मक बदलाव लाने वाले और भारत का गौरव बढ़ाकर विश्व में नई प्रतिष्ठा दिलाने वाले जनप्रिय प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएँ। ईश्वर से आपके स्वस्थ व सुदीर्घ जीवन की कामना करता हूँ।…
— Amit Shah (@AmitShah) September 17, 2024
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા કહ્યું કે લોકપ્રિય વડાપ્રધાન મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, જેઓ તેમની અથાક મહેનત, સાધના અને દૂરદર્શિતાથી દેશવાસીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે વિશ્વમાં ભારતને નવી પ્રતિષ્ઠા અપાવી છે. હું તમારા સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
मोदी जी ने अपने दशकों लंबे सार्वजानिक जीवन में राष्ट्र के लिए त्याग व समर्पण के नए मानदंड स्थापित किये हैं। देश में लंबे समय के बाद राष्ट्रप्रथम के विचार को पुनर्स्थापित करने का काम मोदी जी ने किया। संगठन से लेकर सरकार के सर्वोच्च शिखर तक की उनकी यात्रा में जनकल्याण व समाज के हर…
— Amit Shah (@AmitShah) September 17, 2024
પીએમ મોદીના જન્મદિવસના અવસર પર ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડા શરૂ કરવા જઈ રહી છે. સેવા પખવાડા અંતર્ગત શહેરો, ગામડાઓ, શેરીઓ, મોહલ્લાઓ સહિતના જાહેર સ્થળોએ સેવાકીય કાર્ય કરવામાં આવશે. આ સેવા પખવાડિયામાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે.
તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેમના દાયકાઓ લાંબા સાર્વજનિક જીવનમાં રાષ્ટ્ર માટે બલિદાન અને સમર્પણના નવા માપદંડો સ્થાપિત કર્યા છે. દેશમાં લાંબા સમય પછી વડાપ્રધાન મોદીએ રાષ્ટ્ર પ્રથમના વિચારને પુનઃસ્થાપિત કરવાનું કામ કર્યું. સંગઠનથી સરકારના સર્વોચ્ચ શિખર સુધીની તેમની સફરમાં જન કલ્યાણ અને સમાજના દરેક વય જૂથની ચિંતા સર્વોપરી રહી છે. વડાપ્રધાન મોદીએ માત્ર દેશના જરૂરિયાતમંદોને સશક્ત બનાવ્યા જ નહીં પરંતુ 'વિકસિત ભારત'ના નિર્માણના સંકલ્પ સાથે સમગ્ર દેશને એક કરવાનું કામ કર્યું. આવા દીર્ઘદ્રષ્ટા રાજનેતાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રહિતના કાર્યમાં સહભાગી બનવું એ મારા માટે સૌભાગ્યની વાત છે.
140 करोड़ देश वासियों के जीवन को सुखमय बनाने के लिए अविराम साधनारत, विश्व के सबसे लोकप्रिय राजनेता, 'एक भारत-श्रेष्ठ भारत' के स्वप्न दृष्टा, हम सभी के मार्गदर्शक, यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हृदयतल से बधाई!
— Yogi Adityanath (@myogiadityanath) September 16, 2024
Nation First की पावन भावना से ओतप्रोत,… pic.twitter.com/R1M2m1eEBk
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા કહ્યું કે, 140 કરોડ દેશવાસીઓના જીવનને સુખી બનાવવા માટે અવિરામ સાધનારત, વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા, 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના સ્વપ્ન દ્રષ્ટા, આપણા તમામના માર્ગદર્શક, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ!
સેવા પખવાડા દરમિયાન ભાજપના કાર્યકરો વિવિધ સમાજો અને વર્ગો સાથે જોડાશે અને સમસ્યાઓનો ઉકેલ મેળવશે. ભાજપ શાસિત રાજ્ય સરકારોએ પણ વડાપ્રધાન મોદીના જન્મદિવસની ખાસ તૈયારીઓ કરી છે. 17 થી 19 સપ્ટેમ્બર સુધી તમામ જિલ્લાઓમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત 18 થી 24 સપ્ટેમ્બર સુધી વિભાગીય કક્ષાએ શાળાઓ અને હોસ્પિટલોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. સ્વચ્છતા સંદેશ સાથે લોકોને સ્વચ્છતા માટે પ્રેરિત કરવામાં આવશે.