PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા
PM Modi Birthday: આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને PM મોદી 74 વર્ષના થઈ ગયા છે.
PM Modi Birthday: આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને PM મોદી 74 વર્ષના થઈ ગયા છે. દર વર્ષે પીએમ મોદી દેશના અલગ-અલગ રીતે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આજે પીએમ મોદી તેમના જન્મદિવસ પર ઓડિશા જવાના છે. દેશમાં આજે વિશ્વકર્મા જયંતિનો તહેવાર પણ મનાવવામાં આવી રહ્યો છે.
Odisha CM Mohan Charan Majhi extends birthday greetings to PM Narendra Modi.
— ANI (@ANI) September 17, 2024
He tweets, "...It is a matter of great joy for us that he will visit Odisha on his birthday. On this auspicious day, the Subhadra Yojana for the women of Odisha is going to be launched by his lotus… pic.twitter.com/ZuoLmwmG1e
PM મોદી કેવી રીતે ઉજવે છે તેમનો જન્મદિવસ?
ઓડિશાની મુલાકાત દરમિયાન પીએમ મોદી તેમનો 74મો જન્મદિવસ ઉજવશે. ઓડિશામાં 'સુભદ્રા યોજના' સહિતની મોટી કલ્યાણકારી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને મંગળવારે ભુવનેશ્વરના ગડકાનામાં પીએમ આવાસ યોજના હેઠળ 26 લાખ મકાનોનું ઉદ્ઘાટન કરશે. ભુવનેશ્વર એરપોર્ટ પહોંચ્યા બાદ પીએમ મોદી અહીં સૈનિક સ્કૂલ પાસેના ગડકાના સ્લમ વિસ્તારમાં જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10.50 વાગ્યે ઓડિશાના બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરવા માટે ગડકાના ગામ જશે.
ઓડિશા સરકારે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીની મુલાકાતના અવસર પર ભુવનેશ્વરની શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. દિવસના પહેલા ભાગમાં સરકારી કચેરીઓ બંધ રહેશે.
સુભદ્રા યોજના શું છે અને લાભાર્થીઓ કોણ હશે?
પીએમ મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે મહિલાઓ માટે સુભદ્રા યોજના શરૂ કરવામાં આવશે. આ નાણાકીય સહાય યોજના દર વર્ષે 1 કરોડથી વધુ ગરીબ મહિલાઓને 10,000 રૂપિયા આપશે. આ યોજનાને ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાનું નામ આપવામાં આવ્યું છે. ચૂંટણી પહેલા ભાજપનું આ એક મુખ્ય વચન હતું. આ અંતર્ગત મહિલાઓને પાંચ વર્ષના સમયગાળા માટે બે સમાન હપ્તામાં દસ હજાર રૂપિયા આપવામાં આવશે. ભગવાન જગન્નાથ ઓડિશામાં ખૂબ જ પૂજનીય છે અને દર વર્ષે તેમની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી શકે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરે તેવી શક્યતા છે. બાદમાં તેઓ સુભદ્રા યોજનાના લોકાર્પણ માટે જનતા મેદાન જવા રવાના થશે. PM મોદી આજે 17 સપ્ટેમ્બરે દેશને ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સોંપશે જેમાં સુભદ્રા યોજનાની શરૂઆત પણ સામેલ છે. સુભદ્રા યોજનાના લોકાર્પણ ઉપરાંત પીએમ મોદી 2871 કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ્સ અને 1000 કરોડ રૂપિયાના હાઈવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.