(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi Cabinet Expansion Date:આજે સાંજે 6 વાગ્યે થશે મોદી મંત્રીમંડળનું વિસ્તરણ, જાણો ક્યાં ચહેરાઓને મળશે સ્થાન
નરેંદ્ર મોદી સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ આવતીકાલે બુધવારે સાંજે 6 વાગ્યે થશે. આ મંત્રીમંડળના વિસ્તરણ બાદ ભારતના ઈતિહાસમાં સૌથી યુવા મંત્રીમંડળ થઈ જશે.
નવી દિલ્હી: નરેંદ્ર મોદી સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ આજે એટલે કે બુધવારે સાંજે 6 વાગ્યે થશે. આ મંત્રીમંડળના વિસ્તરણ બાદ ભારતના ઈતિહાસમાં સૌથી યુવા મંત્રીમંડળ થઈ જશે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે યુવાઓને વધારે સ્થાન આપવામાં આવી રહ્યું છે.
કેવું હશે મંત્રીમંડળ ?
મંત્રીમંડળ વિસ્તારમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં આવી રહ્યું છે. પ્રોફેશનલ, મેનેજમેન્ટ, MBA પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાઓને સામેલ કરવામાં આવી રહ્યા છે. મોટા રાજ્યોને વધારે હિસ્સો આપવામાં આવી રહ્યો છે. બુંદેલખંડ, પૂર્વાંચલ, મરાઠવાડા, કોંકણ જેવા વિસ્તારોને ભાગીદારી આપવામાં આવી રહી છે.
મંત્રીમંડળમાં નાનામાં નાના સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવી રહ્યું છે. આ વખતે યાદવ,કુર્મી, જાટ, કહાર, પાસી, કોરી, લોધી વગેરે સમાજનું પ્રતિનિધિત્વ જોવા મળશે.
ક્યા રાજ્યમાંથી કોણ થઈ શકે છે સામેલ
ઉત્તરપ્રદેશ
- ત્રણથી ચાર મંત્રી સામેલ કરાશે
- અપના દળમાંથી અનુપ્રિયા પટેલ
બિહાર
- બે થી ત્રણ મંત્રી સામેલ થશે
- બીજેપી-સુશીલ મોદી
- જેડીયુથી આરસીપી સિંહ
- એલજેપી- પશુપતિ પારસ
મધ્યપ્રદેશ
- એકથી બે મંત્રી સામેલ થશે.
- જ્યોતિરાદિત્ય સિંધિયા
- રાકેશ સિંહ
મહારાષ્ટ્ર
- એકથી બે મંત્રી સામેલ થશે
- નારાયણ રાણે
- હિના ગાવિત
- રણજીત નાઈક નિમ્બલકર
રાજસ્થાન
- એક મંત્રી સામેલ થઈ શકે છે
આસામ
- એક થી બે મંત્રી સામેલ
- સોનોવાલ
પશ્ચિમ બંગાળ
- શાંતનું ઠાકુર
- નિશીથ પ્રમાણિક
ઓડિશા
- એક મંત્રી
જમ્મુ કાશ્મીર
- એક મંત્રી બનાવવામાં આવી શકે છે
લદ્દાખ
- એક મંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે
આ વખતે ગઠબંધન પક્ષો પણ મોદી મંત્રીમંડળનો હિસ્સો હોઇ શકે છે. કેબિનેટમાં જેડીયુ, એલજેપી અને વાયએસઆર કોંગ્રેસના મંત્રી સામેલ થઈ શકે છે.
મંત્રીમંડળમાં વધારાનો હવાલો સંભાળતા આ મંત્રીનો બોજ થઈ શકે છે હળવો
- પ્રકાશ જાવડેકર
- પીયૂષ ગોયલ
- ધર્મેન્દ્ર પ્રધાન
- નીતિન ગડકરી
- ડો. હર્ષવર્ધન
- નરેન્દ્ર સિંહ તોમર
- રવિશંકર પ્રસાર
- સ્મૃતિ ઇરાની
- હરદીપ સિંહ પુરી