વધતા કોરોના સંક્રમણ વચ્ચે PM મોદીએ આવતીકાલનો પશ્ચિમ બંગાળ પ્રવાસ કર્યો રદ્દ, જાણો ટ્વીટ કરીને શું કહ્યું ?
ભાજપે આ પહેલાં જાહેરાત કરી હતી કે તે કોવિડ 19ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખતાં પશ્વિમ બંગાળમાં નાની નાની રેલીઓ કરશે. જેમાં 500થી વધુ લોકો સામેલ થશે નહી. ત્યારબાદ નક્કી થયું કે પ્રધાનમંત્રી શનિવારે પ્રસ્તાવિત રેલીઓના બદલે ફક્ત શુક્રવારે જ ચૂંટણી કાર્યક્રમ કરશે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus) થી સતત બગડતી સ્થિતિને જોતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ શુક્રવારે પોતાના પશ્વિમ બંગાળ (West Bengal) નો પ્રવાસ રદ કર્યો છે. પીએમ મોદી કોવિડ 19ની વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે હાઇ લેવલ બેઠક કરશે.
PM એ ટ્વીટ કરીને આપી જાણકારી
પીએમએ ટ્વીટ કરીને લખ્યું કે 'કોવિડ 19 ની હાલની સ્થિતિ માટે હું એક હાઇ લેવલ બેઠકની અધ્યક્ષતા કરીશ. તેના લીધે હું પશ્વિમ બંગાળ જઇ શકીશ નહી.'
ચૂંટણી પ્રચાર નહી કરે PM મોદી!
ત્યારબાદ પ્રધાનમંત્રીનો પશ્વિમ બંગાળમાં કોઇ ચૂંટણી કાર્યક્રમ નક્કી નથી. એવામાં સમજી શકાય કે હવે તે રાજ્યોમાં ચૂંટણી પ્રચાર નહી કરે.
ભાજપે આ પહેલાં જાહેરાત કરી હતી કે તે કોવિડ 19ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખતાં પશ્વિમ બંગાળમાં નાની નાની રેલીઓ કરશે. જેમાં 500થી વધુ લોકો સામેલ થશે નહી. ત્યારબાદ નક્કી થયું કે પ્રધાનમંત્રી શનિવારે પ્રસ્તાવિત રેલીઓના બદલે ફક્ત શુક્રવારે જ ચૂંટણી કાર્યક્રમ કરશે. તમને જણાવી દઇએ કે કોવિડ 19 ના કેસમાં વધારો થતાં રેલી કરવાને લઇને ભાજપ અને પ્રધાનમંત્રી વિપક્ષીઓના નિશાન પર છે.
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2104 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,78,841 લોકો ઠીક પણ થયા છે. અત્યાર સુધી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ અગાઉ 8મી જાન્યુઆરીએ અમેરિકામાં 3 લાખ 7 હજાર લોકો પોઝિટિવ મળ્યા હતા. ભારતે આજે કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વર્લ્ડ રેકોર્ડ તો બનાવી દીધો છે અને આગામી દિવસોમાં પણ આ રેકોર્ડ તૂટતો રહેશે.
સતત આઠમાં દિવસે બે લાખથી વધુ કેસ
દેશમાં સતત આઠમા દિવસે કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 22 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.