શોધખોળ કરો

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને પગલે દેશમાં ઇંધણ, વીજળી અને ખાતરની કોઈ અછત ન સર્જાય તે માટે પ્રધાનમંત્રીએ લીધો તાગ; કાળાબજાર રોકવા આપ્યા કડક આદેશ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પશ્ચિમ એશિયા સંઘર્ષની અસર: ભારતમાં આવશ્યક ચીજોના પુરવઠાની સમીક્ષા.
  • ખેડૂતોને ખાતર, ઉદ્યોગોને કાચો માલ: પુરવઠાની ખાતરી અપાઈ.
  • આયાત-નિકાસ માટે નવા સ્ત્રોત, ખાસ મંત્રી સમૂહની રચના.
  • સંગ્રહખોરી અને કાળાબજાર સામે કડક કાર્યવાહીના નિર્દેશ.

પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ) માં અત્યારે જે યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે, તેની અસર આખી દુનિયા પર પડી રહી છે. આ પરિસ્થિતિમાં ભારતને કોઈ મોટું નુકસાન ન થાય અને સામાન્ય જનતાને હાલાકી ન ભોગવવી પડે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (22 માર્ચના રોજ) એક અત્યંત મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક (CCS) યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને દેશમાં પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ, ગેસ (LPG), વીજળી અને ખેડૂતો માટે ખાતરના પુરવઠાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. યુદ્ધના કારણે સપ્લાય ચેન ખોરવાય નહીં અને નાગરિકોને મોંઘવારી કે વસ્તુઓની અછતનો સામનો ન કરવો પડે તે માટે સરકારે આગોતરું આયોજન કરી લીધું છે.

ખેડૂતોને ખાતર અને દેશને વીજળીની કોઈ ચિંતા નહીં

બેઠકમાં સૌથી વધુ ભાર ખેડૂતો અને તેમની જરૂરિયાતો પર મુકાયો હતો. આવનારી ખરીફ સિઝનમાં ખેડૂતોને ખાતરની કોઈ અછત ન પડે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકારે ખાતરી આપી છે કે આપણી પાસે ખાતરનો પૂરતો સ્ટોક છે અને ભવિષ્યમાં જરૂર પડે તો અન્ય દેશોમાંથી પણ ખાતર મંગાવવાના વિકલ્પો તૈયાર રખાયા છે, જેથી દેશની ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે. આ ઉપરાંત, દેશના તમામ પાવર પ્લાન્ટ્સ પાસે કોલસાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ભારતમાં વીજળીની કોઈ જ અછત ઊભી થશે નહીં તેવો પણ વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.

આયાત-નિકાસ માટે નવા રસ્તા અને ખાસ મંત્રી સમૂહની રચના

યુદ્ધના કારણે વેપાર અટકે નહીં તે માટે રાસાયણિક (કેમિકલ), ફાર્માસ્યુટિકલ અને પેટ્રોકેમિકલ જેવા ઉદ્યોગોને જરૂરી કાચો માલ બીજા દેશોમાંથી મળી રહે તે માટે આયાતના નવા સ્ત્રોતો શોધવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જ, ભારતીય માલની નિકાસ વધારવા માટે નવા દેશોના બજારો પણ શોધવામાં આવશે. પીએમ મોદીએ આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મંત્રીઓ અને સચિવોનું એક ખાસ જૂથ (કમિટી) બનાવવાનો આદેશ આપ્યો છે, જે 'સંપૂર્ણ સરકાર' (Whole of Government) ના અભિગમ સાથે તમામ લોકો સાથે પરામર્શ કરીને કામ કરશે.

સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ પર કડક નજર

પીએમ મોદીએ બેઠકમાં સ્પષ્ટ કહ્યું છે કે આ સંઘર્ષની અસર આખી દુનિયા પર પડી રહી છે અને પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે, પરંતુ ભારતના નાગરિકોને તેનાથી બચાવવા સરકાર પૂરા પ્રયાસો કરશે. તેમણે તમામ રાજ્ય સરકારો સાથે સતત સંપર્ક અને સંકલન જાળવવા જણાવ્યું છે, જેથી બજારમાં પેટ્રોલ, ડીઝલ કે અન્ય કોઈ આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી કે કાળાબજારી ન થાય.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા (X) પર આપી માહિતી

બેઠક પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, "પશ્ચિમ એશિયાના સંઘર્ષને જોતા રાહત પગલાંની સમીક્ષા માટે મેં CCS ની બેઠકનું નેતૃત્વ કર્યું. અમે ખેડૂતો માટે ખાતરની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા, મુખ્ય ક્ષેત્રો માટે આયાતના સ્ત્રોતો વધારવા અને નવા સ્થળોએ નિકાસને પ્રોત્સાહન આપવા જેવા ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના પગલાં પર વ્યાપક ચર્ચા કરી છે. અમે અમારા નાગરિકોને આ સંઘર્ષની અસરથી બચાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ."

Frequently Asked Questions

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની ભારત પર શું અસર થઈ શકે છે?

યુદ્ધને કારણે પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ, ગેસ, વીજળી અને ખાતર જેવી આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં વિક્ષેપ પડી શકે છે. સરકાર નાગરિકોને મોંઘવારી અને અછતથી બચાવવા માટે આગોતરું આયોજન કરી રહી છે.

ખેડૂતો માટે ખાતરની ઉપલબ્ધતા અંગે સરકાર શું પગલાં લઈ રહી છે?

ખરીફ સિઝનમાં ખાતરની અછત ન પડે તે માટે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. જરૂર પડે તો અન્ય દેશોમાંથી પણ ખાતર મંગાવવાના વિકલ્પો તૈયાર રખાયા છે.

વીજળીની અછત અંગે ભારતની શું સ્થિતિ છે?

દેશના તમામ પાવર પ્લાન્ટ્સ પાસે કોલસાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી, ભારતમાં વીજળીની કોઈ અછત ઊભી થશે નહીં.

યુદ્ધને કારણે વેપારમાં વિક્ષેપ ન પડે તે માટે શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે?

આયાતના નવા સ્ત્રોતો શોધવામાં આવી રહ્યા છે અને ભારતીય માલની નિકાસ વધારવા માટે નવા બજારો શોધવામાં આવશે. આ માટે એક ખાસ મંત્રી સમૂહની રચના કરવામાં આવી છે.

બજારમાં સંગ્રહખોરી કે કાળાબજારી રોકવા માટે શું પગલાં લેવાશે?

પીએમ મોદીએ તમામ રાજ્ય સરકારો સાથે સતત સંપર્ક અને સંકલન જાળવીને બજારમાં પેટ્રોલ, ડીઝલ કે અન્ય આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી કે કાળાબજારી ન થાય તેની કડક નજર રાખવાનો આદેશ આપ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’
છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Embed widget