શોધખોળ કરો
Advertisement
PM મોદીએ CM હેમંત સોરેનને આપી શુભેચ્છા, કહ્યું- ઝારખંડના વિકાસ માટે કેંદ્ર શક્ય તમામ મદદ કરશે
ધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરી હેમંત સોરેનને શુભેચ્છાઓ આપી અને ઝારખંડના વિકાસમાં યોગદાન માટે શક્ય હોય તે તમામ મદદ કરવાનો ભરોસો આપ્યો હતો.
રાંચી: ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનએ આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ તકે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરી હેમંત સોરેનને શુભેચ્છાઓ આપી અને ઝારખંડના વિકાસમાં યોગદાન માટે શક્ય હોય તે તમામ મદદ કરવાનો ભરોસો આપ્યો હતો. તેમણે ટ્વિટ કરી કહ્યું, 'હેમંત સોરેનજીને ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે શુભેચ્છાઓ. હું ઝારખંડના વિકાસ માટે કેંદ્ર તરફથી શક્ય હોય તે તમામ મદદ કરવાનું આશ્વાસન આપું છું.'
હેમંત સોરેનએ રાંચીના મોરહાબાદી મેદાનમાં બપોરે બે વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ શપથ સમારોહમાં કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ, કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા આલમગીર આલમ અને આરજેડીના નેતા સત્યાનંદ ભોક્તાએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. મુખ્યમંત્રી હેમંત સોરેને આજે સાંજે જ કેબિનેટની પ્રથમ બેઠક બોલાવી છે. હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આરજેડી નેતા તેજસ્વી યાદવ, ડીએમકે નેતા સ્ટાલિન સહિતના નેતાઓ સામેલ થયા હતા.Congratulations to @HemantSorenJMM Ji on taking oath as Jharkhand CM. I assure all possible support from the Centre for Jharkhand’s growth.
— Narendra Modi (@narendramodi) December 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement