શોધખોળ કરો

ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ

PM Modi cooking oil speech: દેશનું વિદેશી હૂંડિયામણ બચાવવા અને નાગરિકોનું સ્વાસ્થ્ય સુધારવા માટે વડાપ્રધાને 'વોકલ ફોર લોકલ' અપનાવવા અને સ્વદેશી વસ્તુઓ પર ભાર મૂકવા ખાસ આગ્રહ કર્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડાપ્રધાને ખાદ્યતેલનો વપરાશ ૧૦% ઘટાડવા લોકોને અપીલ કરી.
  • ૧ વર્ષ સુધી સોનાના દાગીના ન ખરીદવાની પણ વિનંતી કરાઈ.
  • દેશી વસ્તુઓને પ્રાધાન્ય આપી વિદેશી ચલણ બચાવવા સૂચન.
  • ખેડૂતોને ડીઝલ પંપ છોડી સોલાર પંપ વાપરવા પ્રોત્સાહન.

PM Modi cooking oil speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્રને મજબૂત કરવા અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે દેશવાસીઓને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે લોકોને રસોઈમાં ખાદ્ય તેલનો વપરાશ 10% ઘટાડવા, 1 વર્ષ સુધી સોનાના દાગીના ન ખરીદવા અને વિદેશી વસ્તુઓનો મોહ છોડીને સ્વદેશી વસ્તુઓ અપનાવવા વિનંતી કરી છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે આજના સમયમાં રોજિંદા જીવનમાં આ નાના ફેરફારો કરીને આપણે રાષ્ટ્રની સેવામાં મોટું યોગદાન આપી શકીએ છીએ.

પીએમ મોદીએ એક કાર્યક્રમમાં વાતચીત કરતા સમજાવ્યું કે, આપણે જે ખાદ્ય તેલ અને સોનું વિદેશથી મંગાવીએ છીએ, તેના પાછળ દેશનું ઘણું મોટું વિદેશી ચલણ ખર્ચાઈ જાય છે. તેમણે કહ્યું, "મિત્રો, 1 વર્ષ માટે સોનાના દાગીના ન ખરીદો; અને ખાદ્ય તેલ માટે પણ આવું જ છે." જો દરેક પરિવાર પોતાના રોજના વપરાશમાં રસોઈ તેલનું પ્રમાણ માત્ર 10% ઘટાડી દે, તો તે સાચા અર્થમાં દેશભક્તિનું જ કામ ગણાશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, તેલ ઓછું ખાવાથી રાષ્ટ્રની તિજોરીની સાથે-સાથે પરિવારના દરેક સભ્યનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ રીતે આપણે એકસાથે રાષ્ટ્ર અને શરીર બંનેની સેવા કરી શકીશું.

આ ઉપરાંત, અત્યારે દુનિયાભરમાં ચાલી રહેલી કટોકટીનો સામનો કરવા માટે આપણે પણ કમર કસવી પડશે. આ માટે સરકાર ખેતરોમાં ડીઝલ પંપને બદલે સોલાર પંપ લગાવવાની યોજના ચલાવી રહી છે. ખેડૂતોએ હવે ડીઝલ પંપ છોડીને સોલાર પંપના ઉપયોગ પર વધુ ભાર મૂકવો જોઈએ જેથી ઈંધણની બચત થઈ શકે.

‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ

કોરોના કાળની યાદ અપાવતા પીએમ મોદીએ કહ્યું કે, તે મુશ્કેલ સમયમાં પણ મેં લોકોને સ્થાનિક વસ્તુઓ જ ખરીદવા અપીલ કરી હતી. આપણે સૌએ 'વોકલ ફોર લોકલ' નો મંત્ર અપનાવવો જ પડશે. આપણા દેશમાં સારી ગુણવત્તાવાળી વસ્તુઓના ઉત્પાદનની કોઈ જ કમી નથી. પછી ભલે તે શૂઝ હોય કે બેગ, આપણે 'મેડ ઈન ઈન્ડિયા' વસ્તુઓ ખરીદીને દેશનું વિદેશી હૂંડિયામણ બચાવવું જોઈએ. આપણે સ્વદેશી ઉત્પાદનોને જ પ્રાધાન્ય આપવું જોઈએ.

વિદેશી વસ્તુઓ અંગે સ્પષ્ટતા કરતા વડાપ્રધાને ખાસ કહ્યું કે, "હું એમ બિલકુલ નથી કહેતો કે તમારી પાસે જે વિદેશી બ્રાન્ડની વસ્તુઓ પહેલેથી જ છે તેને તમે ફેંકી દો. પરંતુ, મારી તમને એટલી જ વિનંતી છે કે હવે બજારમાંથી નવી કોઈ વિદેશી બનાવટની વસ્તુઓ ન ખરીદો."

તમિલનાડુના સીએમ બનતાં જ વિજયે 10 લાખ કરોડ દેવાનો ઉલ્લે કર્યો તો ભડક્યા સ્ટાલિન, કહ્યું - તરત જ આ બધું...

Frequently Asked Questions

ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવાથી દેશને કેવી રીતે ફાયદો થશે?

ખાદ્ય તેલનો વપરાશ 10% ઘટાડવાથી દેશનું વિદેશી હૂંડિયામણ બચાવવામાં મદદ મળશે અને રાષ્ટ્રની તિજોરી મજબૂત થશે.

સોનાના દાગીના ન ખરીદવાની સલાહ શા માટે આપવામાં આવી છે?

સોનું વિદેશથી આયાત કરવામાં આવે છે, જેનાથી દેશનું મોટું વિદેશી ચલણ ખર્ચાય છે. 1 વર્ષ સુધી સોનાના દાગીના ન ખરીદવાથી વિદેશી હૂંડિયામણ બચાવી શકાય છે.

સ્વદેશી વસ્તુઓ અપનાવવાથી શું ફાયદો થશે?

સ્વદેશી વસ્તુઓ ખરીદવાથી 'મેડ ઈન ઈન્ડિયા' ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે અને દેશનું વિદેશી હૂંડિયામણ બચાવી શકાશે.

ખેડૂતો માટે ડીઝલ પંપના બદલે કયો વિકલ્પ સૂચવવામાં આવ્યો છે?

સરકાર ખેતરોમાં ડીઝલ પંપને બદલે સોલાર પંપ લગાવવાની યોજના ચલાવી રહી છે, જેથી ઈંધણની બચત થઈ શકે.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget