![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Amrita Hospital Inauguration: PM મોદીએ એશિયાની સૌથી મોટી પ્રાઇવેટ હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટન, કહ્યુ- ભારતમાં સારવાર એક સેવા છે, આરોગ્ય એક દાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ-હરિયાણાના પ્રવાસે છે. PM મોદીએ આજે હરિયાણાના ફરીદાબાદમાં 2600 બેડ ધરાવતી ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું
![Amrita Hospital Inauguration: PM મોદીએ એશિયાની સૌથી મોટી પ્રાઇવેટ હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટન, કહ્યુ- ભારતમાં સારવાર એક સેવા છે, આરોગ્ય એક દાન PM Modi during inauguration of the Amrita Hospital Amrita Hospital Inauguration: PM મોદીએ એશિયાની સૌથી મોટી પ્રાઇવેટ હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટન, કહ્યુ- ભારતમાં સારવાર એક સેવા છે, આરોગ્ય એક દાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/24/d6bd9ad56b796ac9bdff215dda479632166134569304174_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Modi Inaugurate Amrita Hospital in Faridabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ-હરિયાણાના પ્રવાસે છે. PM મોદીએ આજે હરિયાણાના ફરીદાબાદમાં 2600 બેડ ધરાવતી ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું. આ હોસ્પિટલ 133 એકર વિસ્તારમાં અંદાજિત 6,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. અમૃતા હોસ્પિટલ માતા અમૃતા આનંદમયી મઠ દ્વારા બનાવવામાં આવી છે. હોસ્પિટલમાં ઓન્કોલોજી, કાર્ડિયાક સાયન્સ, ગેસ્ટ્રો-સાયન્સ, રીનલ સાયન્સ, ન્યુરોસાયન્સ, ઓર્થોપેડિક્સ અને સ્ટ્રોક, ટ્રાન્સપ્લાન્ટ અને માતા અને બાળક જેવા વિભાગો તૈયાર કરવામાં આવ્યા છે.
अच्छे हेल्थकेयर सिस्टम का मतलब सिर्फ चार दीवारें बनाना नहीं होता।
— PMO India (@PMOIndia) August 24, 2022
किसी भी देश का हेल्थकेयर सिस्टम तभी मजबूत होता है, जब वो हर तरह से समाधान दे, कदम-कदम पर उसका साथ दे।
इसलिए बीते आठ वर्षों में देश में होलिस्टिक हेल्थकेयर को सर्वोच्च प्राथमिकताओं में रखा गया है: PM @narendramodi
પીએમ નરેન્દ્ર મોદીએ ફરીદાબાદમાં કહ્યું કે થોડા દિવસ પહેલા જ દેશમાં એક નવી ઉર્જા સાથે આઝાદીના અમૃતમાં પ્રવેશ થયો છે. આપણા આ અમૃતમાં દેશના સામૂહિક પ્રયાસોનું સન્માન થઈ રહ્યું છે, દેશના સામૂહિક વિચારો જાગૃત થઈ રહ્યા છે. ભારત એક એવું રાષ્ટ્ર છે જ્યાં સારવાર એ સેવા છે, આરોગ્ય એ દાન છે. જ્યાં સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતા બંને એકબીજા સાથે સંબંધિત છે. આપણી પાસે દવાનો વેદ છે. આપણે આપણા મેડિકલ સાયન્સને પણ આયુર્વેદનું નામ આપ્યું છે.
Amrita Hospital in Faridabad will provide state-of-the-art healthcare facilities to people in NCR region. https://t.co/JnUnYU3m93
— Narendra Modi (@narendramodi) August 24, 2022
ICUના 500 બેડ
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે આ 2600 બેડની હોસ્પિટલ છે. આમાં 500 બેડ ICUમાં હશે. મને લાગે છે કે આ ભારતની સૌથી મોટી હોસ્પિટલ છે. હરિયાણામાં પહેલા માત્ર સાત મેડિકલ કોલેજ હતી પરંતુ હવે 13 મેડિકલ કોલેજ છે. આ પછી દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ હશે.
હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય, મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર, નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલા, કેન્દ્રીય પ્રધાન અને ફરીદાબાદના સાંસદ કૃષ્ણ પાલ ગુર્જર, અમ્મા તરીકે ઓળખાતા આધ્યાત્મિક ગુરુ માતા અમૃતાનંદમયી સમારોહમાં હાજર રહ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)