PM Modi France Visit: PM મોદી ફ્રાન્સ જવા રવાના, UAEની પણ લેશે મુલાકાત, જાણો શું છે શેડ્યૂલ
PM Modi Paris Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (13 જુલાઈ) બે દેશોના પ્રવાસે રવાના થયા છે. મુલાકાતના પહેલા ભાગમાં તેઓ ફ્રાન્સ પહોંચશે અને ત્યાં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
PM Modi France And UAE Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (13 જુલાઈ) ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ની સત્તાવાર મુલાકાતે ત્રણ દિવસીય પ્રવાસ માટે રવાના થયા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર PM નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચશે. અહીં ઓર્લી એરપોર્ટ પર તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે.
#WATCH प्रधानमंत्री मोदी दिल्ली से पेरिस के लिए रवाना हुए। वे भारतीय समयानुसार शाम करीब 4 बजे पेरिस पहुंचेंगे जहां ओरली हवाई अड्डे पर उनका स्वागत किया जाएगा। pic.twitter.com/yp35ienGTe
— ANI_HindiNews (@AHindinews) July 13, 2023
ફ્રાન્સમાં યોજાનારી બેસ્ટિલ ડે પરેડમાં પીએમ મોદીને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ મોદી આ મુલાકાતના પ્રથમ તબક્કામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર 13 અને 14 જુલાઈએ ફ્રાન્સની મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગ્યે સેનેટ પહોંચશે અને સેનેટ પ્રમુખ ગેરાર્ડ લાર્ચરને મળશે.
प्रधानमंत्री मोदी जल्द ही दिल्ली से रवाना होंगे। वे भारतीय समयानुसार शाम करीब 4 बजे पेरिस पहुंचेंगे जहां ओरली हवाई अड्डे पर उनका स्वागत किया जाएगा।
— ANI_HindiNews (@AHindinews) July 13, 2023
भारतीय समयानुसार शाम लगभग 7:30 बजे प्रधानमंत्री मोदी सीनेट पहुंचेंगे और सीनेट के अध्यक्ष गेराड लार्चर से मुलाकात करेंगे। भारतीय… pic.twitter.com/vlDe8DWBGH
PM મોદીનું આજે શેડ્યુલ શું છે?
PM નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચશે. સાંજે સેનેટના પ્રમુખને મળ્યા બાદ તેઓ લગભગ નવ વાગ્યે ફ્રાન્સના વડા પ્રધાન એલિઝાબેથ બોર્ન સાથેની બેઠકમાં હાજરી આપશે. PM મોદી લગભગ 11 વાગ્યે લા સીન મ્યુઝિકેલ ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ પછી પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપવા માટે એલિસી પેલેસ પહોંચશે.
પીએમ મોદી બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ બુધવાર (12 જુલાઈ)ના રોજ જણાવ્યું કે પીએમ મોદી ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચશે. તેમણે કહ્યું, “PM મોદીની મુલાકાતનો મુખ્ય ઔપચારિક ભાગ 14 જુલાઈથી શરૂ થશે. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણી - બેસ્ટિલ ડેમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે.
ભારતીય વાયુસેનાના ત્રણ એરક્રાફ્ટની સાથે બેસ્ટિલ ડે પરેડમાં સશસ્ત્ર દળોની મોટી ત્રિ-સેવા ટુકડી પણ ભાગ લેશે. બેસ્ટિલ ડેની ઉજવણીના અંતે ભારતીય વાયુસેનાનું વિમાન ફ્લાયપાસ્ટ કરશે.
PM મોદી ફ્રાન્સ બાદ UAE જશે
ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ પરત ફરતા પીએમ મોદી 15 જુલાઈએ અબુ ધાબી જશે, જ્યાં તેઓ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. ઉર્જા, ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે.