PM Modi In Raipur: 'જો ડર જાયે વહ મોદી નહી...' છત્તીસગઢમાં PM મોદીએ કહ્યુ- ‘આ લોકો મારી કબર ખોદવાની વાતો કરે છે’
વડાપ્રધાન મોદીએ છત્તીસગઢને હજારો કરોડો રૂપિયાની યોજનાની ભેટ આપી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના રાયપુર પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ છત્તીસગઢને હજારો કરોડો રૂપિયાની યોજનાની ભેટ આપી હતી. વડાપ્રધાન મોદીએ અહીં લોકોને સંબોધિત પણ કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે "જેણે ખોટું કર્યું છે તે બચશે નહીં. છત્તીસગઢ કોંગ્રેસ માટે ATM છે.
ये लोग मेरे पीछे पड़ेंगे, मेरी कब्र खोदने की धमकी देंगे, मेरे खिलाफ साजिशें रचेंगे।
लेकिन उन्हें पता नहीं है, जो डर जाए वह मोदी नहीं हो सकता है।
- पीएम @narendramodi #छत्तीसगढ़_बोले_मोदी_मोदी pic.twitter.com/2MRU3WBFVQ— BJP (@BJP4India) July 7, 2023
તેમણે કહ્યું હતું કે ભારત સરકારના આ પ્રોજેક્ટ્સથી અહીં રોજગારની ઘણી નવી તકો પણ ઊભી થશે. ડાંગરના ખેડૂતો, ખનિજ સંપત્તિ અને પર્યટન સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકોને પણ આ પ્રોજેક્ટ્સથી ઘણો ફાયદો થશે. પીએમ મોદીએ કહ્યું કે સૌથી મોટી વાત એ છે કે આદિવાસી વિસ્તારોમાં સુવિધા અને વિકાસની નવી યાત્રા શરૂ થશે.
अपने कुशासन और भ्रष्टाचार के दाग को कांग्रेस अब झूठी गारंटियों से छिपाने की कोशिश कर रही है।
— BJP (@BJP4India) July 7, 2023
आपको ऐसी झूठी गारंटियों से बहुत सतर्क और सावधान रहने की ज़रूरत है।
ये भाजपा है जो असली गारंटी देती है, जो वादा करती है, उसे पूरा करके दिखाती है।
- पीएम @narendramodi… pic.twitter.com/OBraZGFFME
આ સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે, "આજે છત્તીસગઢને 7,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સની ભેટ મળી રહી છે. આ ભેટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને અહીંના લોકોનું જીવન સરળ બનાવવા અને અહીંની સ્વાસ્થ્ય સેવાઓને સુધારવા માટે છે. છેલ્લા 9 વર્ષમાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ છત્તીસગઢના હજારો આદિવાસી ગામો સુધી રસ્તાઓ પહોંચ્યા છે.
पिछले 9 वर्षों में केंद्र की भाजपा सरकार ने छत्तीसगढ़ के धान किसानों को 1 लाख करोड़ रुपये से भी अधिक दिए हैं। इस साल भी यहां के धान किसानों को 22 करोड़ रुपये से अधिक दिए गए हैं।
— BJP (@BJP4India) July 7, 2023
ये भाजपा ही है जो किसानों की मेहनत को समझती है और उनके लिए काम कर रही है, जबकि कांग्रेस सिर्फ और…
નેશનલ હાઈવે પ્રોજેક્ટ મંજૂર
પીએમએ કહ્યું કે ભારત સરકારે અહીં લગભગ 3,500 કિલોમીટર લાંબા નેશનલ હાઈવેના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જેમાં લગભગ 3 હજાર કિમીના પ્રોજેક્ટ પણ પૂરા કરવામાં આવ્યા છે. પીએમે કહ્યું કે અમે છત્તીસગઢની પ્રગતિ માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સાથે, PM એ રાયપુરમાં 6400 કરોડ રૂપિયાથી વધુના હાઈવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. એટલું જ નહીં, PMએ અહીં અંતાગઢથી રાયપુર સુધી ચાલનારી નવી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
કોંગ્રેસ હવે ખોટી ગેરંટી આપીને તેના કુશાસન અને ભ્રષ્ટાચારના ડાઘને છૂપાવવાનો પ્રયાસ કરી રહી છે. આવી ખોટી ગેરંટીથી તમારે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. આ ભાજપ છે જે વાસ્તવિક ગેરંટી આપે છે. જે વચન આપે છે તે પુરા પણ કરે છે. આજે છત્તીસગઢમાં વાતાવરણ ભાજપની તરફેણમાં છે. જનતાએ નક્કી કર્યું છે કે ભ્રષ્ટ કોંગ્રેસને બહારનો રસ્તો બતાવવો પડશે.
આજે પીએમ હાઉસિંગના લાખો ઘરો વેઇટિંગ લિસ્ટમાં છે. તમારા પડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મકાનો બની રહ્યા છે, પરંતુ અહીં કોંગ્રેસે લાખો મકાનોને રોકી રાખ્યા છે. ગરીબોને છત મળે તે માટે ભાજપે અહીં આંદોલન કર્યું છે. અહીં ભાજપની સરકાર બનતાની સાથે જ ગરીબોને ઘર આપવાનું કામ કરશે. અહીં ડાંગરની ખરીદીને લઈને કોંગ્રેસ સરકાર રમત રમી રહી છે તે જાણવું જરૂરી છે. અહીં કોંગ્રેસ ડાંગરના ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. અહીં જે ડાંગર ખરીદાય છે તેમાંથી 80 ટકા કેન્દ્ર સરકાર ખરીદે છે.
મોદી ભ્રષ્ટાચાર પર કાર્યવાહીની ગેરંટી છે.. જેણે ખોટું કર્યું છે તેને બક્ષવામાં આવશે નહીં. હું આ કહેવાની હિંમત કરી રહ્યો છું કારણ કે મારી પાસે જે પણ છે તે તમે આપ્યું છે, તે દેશે આપ્યું છે. તેઓ મારી પાછળ આવશે, મારી કબર ખોદવાની કોશિશ કરશે..પણ તેઓ નથી જાણતા કે જે ડરી જાય છે તે મોદી ન હોઈ શકે- મોદી
વધુમાં તેમણે કહ્યું કે મોદી ભ્રષ્ટાચાર પર કાર્યવાહીની ગેરંટી છે. જેણે પણ ખોટું કર્યું છે તે બચશે નહીં. આ કહેવાની હિંમત એટલા માટે કરી રહ્યો છું કારણ કે મારી પાસે જે પણ છે તમે આપેલું છે, તે દેશે આપ્યુ છે. આ મારી પાછળ પડશે, મારી કબર ખોદવાનો પ્રયાસ કરશે.. પરંતુ તેઓ એ નથી જાણતા કે જે ડરી જાય એ મોદી હોઇ શકે નહીં.