શોધખોળ કરો

PM Modi Jammu Visit: PM મોદી આજે દેશને આપશે 30,500 કરોડની યોજનાઓની ભેટ, ત્રણ નવી IIM કરશે સમર્પિત

તેઓ વિકસિત ભારત વિકસિત જમ્મુ કાર્યક્રમ હેઠળ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે જમ્મુના એમએ સ્ટેડિયમમાં રેલીને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ સાડા 30 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ આરોગ્ય, શિક્ષણ, રેલ, માર્ગ, ઉડ્ડયન, પેટ્રોલિયમ, નાગરિક માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત છે. તેઓ જમ્મુ-કાશ્મીરના 1500 નવનિયુક્ત સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. તેઓ વિકસિત ભારત વિકસિત જમ્મુ કાર્યક્રમ હેઠળ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કરશે. વડાપ્રધાનની રેલી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રેલી વિસ્તારને નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં શિક્ષણ અને કૌશલ્ય માળખાને અપગ્રેડ કરવા અને વિકસાવવા તરફના પગલાના ભાગરૂપે, વડાપ્રધાન 13375 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રોજેક્ટ્સમાં IIT જમ્મુ, ભિલાઈ અને તિરુપતિ,  IIITDM કાંચીપુરમ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સ્કીલ્સ (IIS) કાનપુર અને દેવપ્રયાગ (ઉત્તરાખંડ) અને અગરતલા (ત્રિપુરા) ખાતે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીના બે કેમ્પસનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન દેશમાં ત્રણ નવી IIM - જમ્મુ, બોધગયા અને વિશાખાપટ્ટનમનું ઉદ્ઘાટન કરશે. તેઓ દેશમાં કેન્દ્રીય વિદ્યાલયોની 20 નવી ઇમારતો અને નવોદય વિદ્યાલયની 13 નવી ઇમારતોનું ઉદ્ઘાટન પણ કરશે. વડાપ્રધાન દેશમાં નવોદય વિદ્યાલયો માટે પાંચ કેન્દ્રીય વિદ્યાલય કેમ્પસ, એક નવોદય વિદ્યાલય કેમ્પસ અને પાંચ વિવિધલક્ષી હોલનો શિલાન્યાસ પણ કરશે. આ નવનિર્મિત કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયની ઇમારતો દેશભરના વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

વડાપ્રધાન AIIMS જમ્મુ તેમજ કાશ્મીર ખીણમાં રેલ વિદ્યુતીકરણ અને બનિહાલથી સંગલદાન સુધી 48 કિમીની રેલ સેવાનું ઉદ્ઘાટન કરશે. જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને કોમન યુઝર ફેસિલિટી પેટ્રોલિયમ ડેપોનો શિલાન્યાસ કરશે. તેમણે ફેબ્રુઆરી 2019માં એઈમ્સ જમ્મુનો શિલાન્યાસ કર્યો હતો.

કાશ્મીરી પંડિત કર્મચારીઓ માટે 224 ફ્લેટનું ઉદ્ઘાટન કરશે

ખીણમાં કાશ્મીરી પંડિત કર્મચારીઓને આવાસની સુવિધા પૂરી પાડવા માટે વડાપ્રધાન ગાંદરબલ અને કુપવાડામાં 224 ફ્લેટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે અનંતનાગ, કુલગામ, કુપવાડા, શોપિયાં અને પુલવામા જિલ્લામાં નવ સ્થળોએ 2816 ફ્લેટ ધરાવતા ટ્રાન્ઝિટ હાઉસિંગનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પાંચ ઔદ્યોગિક વસાહતોના વિકાસ માટે શિલાન્યાસ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain  Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Advertisement

વિડિઓઝ

PSI Transfer : પોલીસ બેડામાં મોટા ફેરબદલ,  ગુજરાતના 118 PSIની થઈ બદલી
Hun To Bolish: હું તો બોલીશ : દમણમાં પણ ગુજરાતીઓનો તોડ
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર હેરાનગતિ
Hun To Bolish: હું તો બોલીશ : ગુજરાતમાં ફિલ્મફેર
Surat Rain : સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain Forecast: રાજ્યમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ, જાણો કઇ તારીખ સુધી ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain  Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: આગામી 24 કલાક આ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન, યલો એલર્ટ જાહેર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
Embed widget