SCO Summit: પીએમ મોદી SCO સમિટ માટે ઉઝબેકિસ્તાન પહોંચ્યા, આ નેતાઓ સાથે કરી શકે છે મુલાકાત....
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી SCO સમિટમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાન પહોંચી ગયા છે.
PM Modi Uzbekistan Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી SCO સમિટમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાન પહોંચી ગયા છે. સમરકંદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉઝબેકિસ્તાનના વડાપ્રધાન અબ્દુલ્લા અરીપોવ અને અન્ય અધિકારીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ સાથે, SCO સમિટમાં ભાગ લેનારા તમામ ઉચ્ચ પદના મહેમાનો ઉઝબેકિસ્તાન પહોંચી ગયા છે. SCO ના રાષ્ટ્રાધ્યક્ષોની પરિષદની બેઠક સમરકંદમાં 15-16 સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે.
શાંઘાઈ કોઓપરેશન સમિટ (SCO)માં ભાગ લેવા માટે સમરકંદ જતાં પહેલા પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. જેમાં PM મોદીએ કહ્યું કે, તેઓ વર્તમાન મુદ્દાઓ, વિસ્તરણ અને જૂથની અંદર વધુ સહકાર અંગે વિચારોના આદાનપ્રદાનની રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના નેતા ઈબ્રાહિમ રાયસી સહિતના અન્ય નેતાઓ સાથે SCOની વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવના આમંત્રણ પર ઉઝબેકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, ઉઝબેકિસ્તાન અત્યારે SCOનું પ્રમુખ છે.
આ નેતાઓને મળી શકે છે પીએમ મોદીઃ
PM મોદી SCO સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સિવાય પીએમ મોદી ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ અને ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. અત્યાર સુધી વિદેશ મંત્રાલયે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠક કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત અને પાકિસ્તાની પીએમ સાથેની મુલાકાત અંગે કંઈ કહ્યું નથી.
શુક્રવારે 16 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યા પછી SCO સભ્ય દેશોના વડાઓની બેઠક યોજાશે. પીએમ મોદીની સમરકંદની મુલાકાત 24 કલાકથી ઓછા સમયની રહેશે. PM મોદી આવતીકાલે રાત્રે 10:15 વાગ્યે એટલે કે 17 સપ્ટેમ્બરના જન્મદિવસની શરૂઆત પહેલાં દિલ્હી પરત ફરશે.
આ પણ વાંચો....