Ukraine Returned Students: યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓને ભારતીય યુનિ.ઓમાં પ્રવેશ આપવા અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં આપ્યો આ જવાબ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થાય બાદ યુક્રેનમાં ભણવા માટે ગયેલા ઘણા વિદ્યાર્થીઓ ભારત પર આવ્યા હતા. આ વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે સુપ્રૃીમ કોર્ટમાં દાખલ એક અરજી પર આજે સુનાવણી થઈ હતી.
Ukraine Returned Students: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થાય બાદ યુક્રેનમાં ભણવા માટે ગયેલા ઘણા વિદ્યાર્થીઓ ભારત પર આવ્યા હતા. આ વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ એક અરજી પર આજે સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું કે, યુક્રેન પરત ફરેલા વિદ્યાર્થીઓને ભારતીય યુનિવર્સિટીઓમાં સમાવી શકાય નહી.
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે યુક્રેનથી પાછા ફરેલા વિદ્યાર્થીઓને ભારતીય યુનિવર્સિટીઓમાં સમાવી શકાય નહીં કારણ કે, નેશનલ મેડિકલ કમિશન એક્ટમાં તેને મંજૂરી આપતી કોઈ જોગવાઈ નથી. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે, આવી છૂટછાટ ભારતમાં તબીબી શિક્ષણના ધોરણોને અવરોધી શકે છે.
કેન્દ્રનું કહેવું છે કે, વિદ્યાર્થીઓ બે કારણોસર વિદેશ ગયા - NEETમાં નબળા મેરીટ આવવાથી અને આ વિદ્યાર્થીઓને વિદેશમાં જવાનું પરવડતું હતું અને તેમની આર્થિક ક્ષમતા વિદેશમાં ભણવા માટેની હતી. ભારતની પ્રીમિયર મેડિકલ કોલેજોમાં નબળા મેરિટ વિદ્યાર્થીઓને મંજૂરી આપવાથી અન્ય દાવાઓ થઈ શકે છે. ઉપરાંત, તેમને ફીનું માળખું પરવડી શકશે નહીં.
NMCએ અગાઉ આદેશ જાહેર કર્યો હતોઃ
જણાવી દઈએ કે 7 સપ્ટેમ્બરના રોજ નેશનલ મેડિકલ કમિશન (NMC) એ યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓના એડમિશનને લઈને આદેશ જાહેર કર્યો હતો. NMC યુક્રેન દ્વારા ઓફર કરાયેલ એકેડેમિક મોબિલિટી પ્રોગ્રામને માન્યતા આપવા સંમત છે. જો કે, આ વિદ્યાર્થીઓને યુક્રેનની મૂળ યુનિવર્સિટીમાંથી જ ડિગ્રી આપવામાં આવશે. આ સાથે NMCએ આ વિદ્યાર્થીઓને વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કરવાની મંજૂરી આપી હતી.
આ સાથે રશિયાની ઘણી યુનિવર્સિટીઓ પણ ભારતીય વિદ્યાર્થીઓને તેમનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરવા આગળ આવી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારત સરકારે કહ્યું હતું કે, યુક્રેનના આ ભારતીય વિદ્યાર્થીઓનો કેસ વિચારણા હેઠળ છે. યુક્રેનમાં લગભગ 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા.
આ પણ વાંચો....