શોધખોળ કરો
PM મોદીએ કહ્યું- મૃત્યુ દર જોઈએ તો ભારતમાં સ્થિતિ સારી પરંતુ અનલોક 1 માં જોવા મળી લોકોની બેદરકારી
કોરોનાથી મૃત્યુદર જોવામાં આવે તો ભારતમાં સ્થિતિ સારી છે. સમય પર કરવામાં આવેલા લોકડાઉનના કારણે લાખો લોકોના જીવ બચાવ્યા છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે દેશનો સંબોધન કર્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડતા આપણે અનલોક 2માં છીએ. સાથે જ એવા મોસમમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ જેમાં શરદી-તાવ થાય છે. એવામાં બધાને પ્રાર્થના છે કે પોતાનું ધ્યાન રાખે. કોરોનાથી મૃત્યુદર જોવામાં આવે તો ભારતમાં સ્થિતિ સારી છે. સમય પર કરવામાં આવેલા લોકડાઉનના કારણે લાખો લોકોના જીવ બચાવ્યા છે.
તેમણે કહ્યું, પરંતુ જોઈ રહ્યો છુ કે અનલોક 1 માં લાપરવાહી વધતી જાય છે. આ ચિંતાનું કારણ છે. લોકડાઉનમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. હવે સરકાર અને નાગરિકોને ફરી સતર્કતા બતાવવાની જરૂર છે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું, આ 130 કરોડ લોકોના જીવનો સવાલ છે. ભારતમાં દેશનો પ્રધાનમંત્રી હોય કે ગામડાનો પ્રધાન કોઈપણ નિયમોની ઉપર નથી.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કન્ટેઈનમેન્ટ ઝોન પર વિશેષ ધ્યાન આપવું પડશે. નિયમોનું પાલન નથી કરતા તેને રોકવા પડશે ટોકવા પડશે અને સમજાવવા પડશે. પીએમ મોદી કહ્યું, એક દેશના પ્રધાનમંત્રી પર માસ્ક ન પેહરવા પર 13000 રૂપિયાનો દંડ થયો. ગામનો પ્રધાન હોય કે દેશનો પ્રધાનમંત્રી કોઈ નિયમોની ઉપર નથી.
પીએમ મોદીએ કહ્યું, છેલ્લા 3 મહિનામાં 20 કરોડ લોકોના ખાતામાં 31 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. 9 કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નવેમ્બર મહિનાના અંત સુધી લાગૂ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
સ્પોર્ટ્સ
રાજકોટ
Advertisement