હાથમાં ત્રિશૂલ, માથા પર તિલક, કાશીમાં આ અંદાજમાં જોવા મળ્યા પ્રધાનમંત્રી મોદી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં ચૂંટણીના માહોલમાં જોવા મળી રહ્યા છે. તેઓ વિવિધ રાજ્યોની મુલાકાત લઈને પોતાની ચૂંટણીની રણનીતિને અમલમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
PM Modi Photo: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં ચૂંટણીના માહોલમાં જોવા મળી રહ્યા છે. તેઓ વિવિધ રાજ્યોની મુલાકાત લઈને પોતાની ચૂંટણીની રણનીતિને અમલમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ ભગવાનના દર્શન કરવા કાશી વિશ્વનાથ મંદિર પણ પહોંચ્યા હતા. વારાણસી તેમનો સંસદીય વિસ્તાર પણ છે. આવી સ્થિતિમાં પીએમ મોદી ભક્ત બનીને કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા.
Prayed at the Kashi Vishwanath Temple. Har Har Mahadev! pic.twitter.com/sDeJIDioYF
— Narendra Modi (@narendramodi) March 9, 2024
પીએમ મોદીના હાથમાં ત્રિશૂળ હતું. કપાળે તિલક લગાવ્યું હતું. વડાપ્રધાન મોદીના ગળામાં માળા હતી અને તેમના ચહેરા પર ખુશી દેખાતી હતી. આ તસવીર ખુદ પીએમ મોદીએ શેર કરી છે. આ સાથે તેમણે કુલ ત્રણ તસવીરો શેર કરી છે. અન્ય બે ફોટામાં પણ તેઓ મહાદેવની ભક્તિમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. બીજી તસવીરમાં પીએમ મોદી હાથ જોડીને બેઠા છે અને પૂજારી તેમના કપાળ પર તિલક લગાવી રહ્યા છે. જ્યારે ત્રીજા ફોટામાં તેઓ મંદિરની બહારથી ભગવાનને વંદન કરી રહ્યા છે.
પીએમ મોદી વારાણસીથી ત્રીજી વખત ચૂંટણી લડશે
પ્રધાનમંત્રી મોદી વારાણસી સંસદીય ક્ષેત્રથી ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કાશીના બાબતપુરમાં લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર પહોંચવા પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપના અનેક અગ્રણી નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનની સાથે રાજ્યના મુખ્યમંત્રી આદિત્યનાથ પણ કાશી વિશ્વનાથ મંદિરમાં હાજર રહ્યા હતા. મુખ્ય દ્વારથી જ મોદી મંદિરની અંદર હાથ જોડી આવ્યા હતા અને આ દરમિયાન આદિત્યનાથ તેમની પાછળ ચાલી રહ્યા હતા. મંદિરમાં પૂજારીઓએ મંત્રોચ્ચાર વચ્ચે પૂજા કરી હતી અને પીએમ મોદીએ વિધિ પ્રમાણે કાશી વિશ્વનાથની પૂજા કરી હતી. પૂજારીએ વડાપ્રધાનના કપાળ પર ચંદન લગાવ્યું હતું. શિવરાત્રીના એક દિવસ બાદ જ બાબા વિશ્વનાથના દર્શન માટે પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ રૂદ્રાભિષેક કર્યો હતો.
ભગવાનની આરતી પણ કરી હતી
મોદીએ કાશી વિશ્વનાથની આરતી પણ કરી અને પુષ્પો અર્પણ કર્યા હતા. તેમણે કાશી વિશ્વનાથને શણગાર પણ કર્યો હતો. પૂજારીઓએ મોદીને વસ્ત્રો આપીને અને હાર પહેરાવીને આશીર્વાદ આપ્યા હતા. પૂજારીએ મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીને રક્ષા સૂત્ર પણ બાંધ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે મંદિરમાં પ્રાર્થના અને પરિક્રમા કરીને વડાપ્રધાને જન કલ્યાણની કામના કરી. પરત ફરતી વખતે મોદીએ ત્રિશૂળ બતાવીને ઉત્સાહિત જનતાનું સ્વાગત કર્યું હતું. કાશી વિશ્વનાથ મંદિરમાં એકઠા થયેલા ભક્તોએ 'મોદી-મોદી'ના નારા લગાવ્યા હતા. મોદી બીએલડબ્લયૂ ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે.