UNESCOએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને નાટ્ય શાસ્ત્રને વિશ્વ ધરોહર તરીકે આપી માન્યતા, PM મોદી આપી આ પ્રતિક્રિયા
Bhagavad Gita Recognized By UNESCO: શ્રીમદ્ ભગવદ્ ગીતા અને નાટ્ય શાસ્ત્રનો સમાવેશ યુનેસ્કોના 'મેમરી ઓફ ધ વર્લ્ડ' રજિસ્ટરમાં કરવામાં આવ્યો છે, જે ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાને આંતરરાષ્ટ્રીય માન્યતા આપે છે.

Bhagavad Gita Recognized By UNESCO: ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાને વૈશ્વિક મંચ પર મોટી માન્યતા મળી છે. ભરત મુનિ દ્વારા લખાયેલ નાટ્યશાસ્ત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતાને યુનેસ્કોના 'મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર'માં સામેલ કરવામાં આવ્યા છે. આ જાહેરાત સાથે, ભારતની 14 અમૂલ્ય કલાકૃતિઓ હવે આ આંતરરાષ્ટ્રીય યાદીનો ભાગ બની ગઈ છે.
A historic moment for Bharat’s civilisational heritage!
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) April 18, 2025
The Shrimad Bhagavad Gita & Bharat Muni’s Natyashastra are now inscribed in UNESCO’s Memory of the World Register.
This global honour celebrates India’s eternal wisdom & artistic genius.
These timeless works are more than… pic.twitter.com/Zeaio8OXEB
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપતાં, કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે તેને ભારતની સાંસ્કૃતિક ચેતના માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી. શેખાવતે લખ્યું હતું કે "શ્રીમદ ભગવદ ગીતા અને નાટ્ય શાસ્ત્ર ફક્ત શાસ્ત્રો જ નથી, પરંતુ ભારતના વિચાર, જીવન દૃષ્ટિકોણ અને કલાત્મક અભિવ્યક્તિના મૂળભૂત આધારસ્તંભ છે. આ ગ્રંથોએ ભારતને માત્ર દિશા જ આપી નહીં, પરંતુ વિશ્વને આત્મા અને સુંદરતાનું નવું દ્રષ્ટિકોણ પણ આપ્યું."
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી
યુનેસ્કોના 'મેમરી ઓફ ધ વર્લ્ડ' રજિસ્ટરમાં વિશ્વભરમાંથી પસંદ કરાયેલા એવા વારસા સ્થળોનો સમાવેશ થાય છે જે માનવ સભ્યતાના ઇતિહાસ, સંસ્કૃતિ અને જ્ઞાનને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્ય શાસ્ત્રનો સમાવેશ આપણા શાશ્વત જ્ઞાન અને સાંસ્કૃતિક વૈભવની વૈશ્વિક માન્યતા છે. સદીઓથી, આ ગ્રંથોએ માનવ ચેતના અને સભ્યતાને દિશા આપી છે અને આજે પણ તેમના ઉપદેશો વિશ્વને પ્રેરણા આપે છે."
A proud moment for every Indian across the world!
— Narendra Modi (@narendramodi) April 18, 2025
The inclusion of the Gita and Natyashastra in UNESCO’s Memory of the World Register is a global recognition of our timeless wisdom and rich culture.
The Gita and Natyashastra have nurtured civilisation, and consciousness for… https://t.co/ZPutb5heUT
વિશ્વનો સૌથી જૂનો ધાર્મિક ગ્રંથ
અગાઉ, ભારત તરફથી, ઋગ્વેદ, તવાંગ ધાર્મિક ગ્રંથો અને સંત તુકારામની અખંડ રચનાઓ સંબંધિત ફાઇલોનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઋગ્વેદ, જે વિશ્વનો સૌથી જૂનો ધાર્મિક ગ્રંથ માનવામાં આવે છે, તે પહેલાથી જ યુનેસ્કોના 'મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર'માં સામેલ છે. 2007માં યુનેસ્કોએ તેને માન્યતા આપી અને કહ્યું કે ઋગ્વેદ માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક ગ્રંથ નથી, પરંતુ તે માનવ સભ્યતાના પ્રારંભિક વિચાર, ભાષા, ફિલસૂફી અને સાંસ્કૃતિક માળખાનો અમૂલ્ય દસ્તાવેજ પણ છે, ત્યારે તેને આ આંતરરાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.





















