મમતાના ગઢમાં જઈ મોદીએ કર્યો પ્રહાર, કહ્યું- કમિશન મળતું નથી એટલે કેન્દ્રની યોજનાઓ લાગુ કરતા નથી
વડાપ્રધાન મોદીઓ કોલકત્તા પોર્ટ ટ્રસ્ટના 150મા વર્ષમાં પ્રવેશને લઇને તમામ કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.
વડાપ્રધાન મોદીએ પશ્વિમ બંગાળી મમતા બેનર્જી સરકાર પર હુમલો કરતા કહ્યું કે કેન્દ્રની યોજનાઓ અહી લાગુ કરવામાં આવી રહી નથી કારણ કે આ યોજનાઓમાં કમિશન મળી રહ્યું નથી. તેમને આશા છે કે મમતા બેનર્જી આયુષ્યમાન યોજના અને કિસાન સન્માન યોજનાને પોતાના રાજ્યમાં લાગુ કરવાની મંજૂરી આપશે. જેથી અહીના લોકોને આ યોજનાનો લાભ મળી શકે.PM Narendra Modi at the inauguration of 150th anniversary celebrations of Kolkata Port Trust: This port will now be known as Syama Prasad Mukherjee port. #WestBengal pic.twitter.com/CEuzDWt8E0
— ANI (@ANI) January 12, 2020
PM Narendra Modi in Kolkata: It was unfortunate for the country that after Dr. Syama Prasad Mukherjee and Babasaheb Ambedkar resigned from the government, their suggestions were not implemented as they should have been pic.twitter.com/GE7ddfoNfX
— ANI (@ANI) January 12, 2020
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોલકત્તા પોર્ટ ભારતની ઔધોગિક, આધ્યાત્મિક અને આત્મનિર્ભરતાની આકાક્ષાનું પ્રતીક છે. એવામાં જ્યારે આ પોર્ટ 150મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે તેને ન્યૂ ઇન્ડિયાના નિર્માણનું એક પ્રતિક બનાવવું જરૂરી છે. પશ્વિમ બંગાળની, દેશની આ ભાવનાને નમન કરતા હું કોલકત્તા પોર્ટ ટ્રસ્ટનું નામ ભારતના ઔધોગિકરણના પ્રણેતા, બંગાળના વિકાસના સપના લઇને જીવનારા અને એક દેશ, એક બંધારણ માટે બલિદાન આપનારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના નામ પર કરવાની જાહેરાત કરું છું.PM Narendra Modi in Kolkata: As soon as the West Bengal Government allows the Ayushman Bharat Yojana and PM Kisan Samman Nidhi, people here will also get the benefits of these schemes pic.twitter.com/1C1DJVfNUw
— ANI (@ANI) January 12, 2020
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે આ અવસર પર હું બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરું છું. બાબા સાહેબ અને ડોક્ટર મુખર્જી બંન્નેએ સ્વતંત્રતા બાદના ભારત માટે નવી નીતિઓ આપી હતી. નવું વિઝન આપ્યું હતું. પરંતુ દેશનું દુર્ભાગ્ય રહ્યું કે ડોક્ટર મુખર્જી અને આંબેડકર સરકારમાંથી હટ્યા બાદ તેમની સૂચનાઓ પર અમલ કરવામાં આવ્યો નહીં. વડાપ્રધાને કહ્યું કે, અમારી સરકાર માને છે કે આપણા કોસ્ટ વિકાસના ગેટવે છે. એટલા માટે સરકાર સમૂદ્રના કનેક્ટિવિટી અને ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે સાગરમાલા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ યોજના હેઠળ લગભગ છ લાખ કરોડ રૂપિયાથી વધુના પોણા 600 કરોડ પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી ચૂકી છે જેમાંથી 3 લાખ કરોડ રૂપિયાથી વધુના 200થી વધુ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યુ છે અને લગભગ સવા સો પ્રોજેક્ટ પૂરા થઇ ચૂક્યા છે.West Bengal CM Mamata Banerjee skips the event of 150th-anniversary celebrations of Kolkata Port Trust, which was inaugurated by Prime Minister Narendra Modi
Read @ANI story | https://t.co/aXwmRMA2Kt pic.twitter.com/Ug7Myn9Sn8 — ANI Digital (@ani_digital) January 12, 2020