શોધખોળ કરો

Video: ભાષણ દરમિયાન કાર્યકર્તાની તબિયત બગડી તો PM મોદીએ રોક્યું ભાષણ, બોલ્યા-'આમને કોઈ પાણી પીવડાવો'

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

PM Modi Speech: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ યમુના મૈયા કી જયના ​​નારા સાથે પોતાનું ભાષણ શરૂ કર્યું અને સમાપ્ત કર્યું. ભાજપની જીતને ઐતિહાસિક ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે હવે રાષ્ટ્રીય રાજધાની એક દાયકાની આપદામાંથી મુક્ત થઈ છે.

પીએમ મોદીએ AAP પર આકરા પ્રહારો કર્યા

પીએમ મોદીએ કહ્યું કે આ જનાદેશથી સ્પષ્ટ થાય છે કે આજે દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ છે. આડંબર,  અરાજકતા, ઘમંડ અને દિલ્હી પર છવાયેલી આપદાની હાર થઈ છે.  વડાપ્રધાને એમ પણ કહ્યું કે આજે દિલ્હીની જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે દિલ્હીના અસલી માલિક માત્ર દિલ્હીના લોકો છે. કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ પોતાનું ભાષણ બે વાર રોકવું પડ્યું.

પીએમ મોદીએ બે વાર ભાષણ રોકવું પડ્યું

પહેલીવાર જ્યારે કોઈ કાર્યકર તસવીર સાથે પીએમ મોદી તરફ ઈશારો કરી રહ્યો હતો ત્યારે કાર્યકર્તાઓને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેમણે હાથ જોડીને કહ્યું, "તમારો ઉત્સાહ મારા સર આંખો પર,  તમારી ફોટો પણ આવી ગઈ છે અને વિડિયોમાં પણ આવી ગયા  છે. હવે તમે પ્રેમથી બેસો." થોડા સમય પછી એક કાર્યકરની તબિયત બગડી હતી તો ફરી પીએમ મોદીએ ભાષણ અટકાવ્યું અને સુરક્ષા કર્મચારીઓને તેમને પાણી પીવડાવવા માટે કહ્યું હતું.  પીએમએ કહ્યું, તેમને ઊંઘ આવી રહી છે અથવા તેમની તબિયત ખરાબ છે. કોઈ તેમને પાણી પીવા માટે આપો."

પીએમ મોદીએ કહ્યું કે, "મેં ચૂંટણી પ્રચાર દરમિયાન સંકલ્પ લીધો છે કે અમે યમુનાને દિલ્હીની ઓળખ બનાવીશું. અમે માતા યમુનાની સેવા માટે તમામ પ્રયાસો કરીશું, અમે સેવાની ભાવના સાથે કામ કરીશું. આજના પરિણામોની બીજી બાજુ છે કે આપણું દિલ્હી માત્ર એક શહેર નથી, તે એક મીની-ભારત છે. દિલ્હી,  એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારોને જીવે છે, આજે આ જ વિવિધતાવાળી  દિલ્હીએ ભાજપને પ્રચંડ  આશિર્વાદ આપ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget