શોધખોળ કરો
Advertisement
આજે નક્કી થશે પાકિસ્તાનનો 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો છીનવાશે કે નહીં, PMએ બોલાવી બેઠક
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પાકિસ્તાનને આપવામાં આવેલ મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જાની સમીક્ષા કરવા માટે એક મહત્ત્વપર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિદેશ મંત્રાલય ઉપરાંત વાણિજ્ય મંત્રાલયના અધિકારી પણ સામેલ થશે.
ઉરી હુમલા બાદથી સતત સરકાર પર દબાણ થઈ રહ્યું છે કે, પાકને કડક શબ્દોમાં સંદેશ આપવામાં આવે. એવામાં કેન્દ્ર સરકાર તરફતી આ બેઠક બોલાવવામાં આવી છે. ડબલ્યૂટીઈઓ બન્યાના વર્ષ બાદ જ ભારતે પાકિસ્તાનને 1996માં એમએફએનનો દરજ્જો આપ્યો હતો પરંતુ પાકિસ્તાન તરફથી ભારતને ઘણી વખત આશ્વાસન આપ્યા બાદ પણ ભારતને આ દરજ્જો અત્યાર સુધી આપવામાં આવ્યો નથી. આ કારણે ઉરી હુમલા પહેલા પણ એવી માગ ઉઠતી રહી છે કે પાકિસ્તાનને આપવામાં આવેલ આ દરજ્જો છીનવી લેવામાં આવે. પરંતુ ભારતે તેને નકારી કાઢી હતી. પાકિસ્તાનના એક ડિપ્લોમેટે કહ્યું કે, જ્યાં સુધી બન્ને દેશ વચ્ચે વાતચીતની પ્રક્રિયા શરૂ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ન આપી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement