શોધખોળ કરો
Advertisement
અયોધ્યામાં પીએમ મોદી કરશે રામ મંદિરનું ભૂમિ પૂજન, 5 ઓગસ્ટની તારીખ થઈ નક્કી
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ જશે. રામ મંદિર ભૂમિ પૂજનની તારીખ 5 ઓગસ્ટ નક્કી થઈ છે.
અયોધ્યાઃ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ જશે. રામ મંદિર ભૂમિ પૂજનની તારીખ 5 ઓગસ્ટ નક્કી થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમમાં મર્યાદીત લોકો જ સામેલ થઈ શકશે.
રામ મંદિરના નિર્માણને આઘલ વધારવા માટે શનિવારે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક મીટિંગ થઈ હતી. આ બેઠકમાં રામ મંદિરના ભૂમિ પૂજન માટે 3જી અથવા 5મી ઓગસ્ટની તારીખ નક્કી કરાઈ હતી. હવે 5 ઓગસ્ટે પૂનમના દિવસે ભૂમી પૂજન કરવામાં આવશે.
ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે શનિવારે જણાવ્યું કે, બેઠકમાં મંદિરની ઊંચાઈ અને નિર્માણ અંગે ચર્ચા થઈ હતી. મંદિરના નકશામાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો હતો.
મંદિરની કેટલીક વિશેષતા
- મંદિરની ઊંચાઈ 161 ફૂટ હશે અને તેમાં ત્રણના બદલે પાંચ ગુંબજ હશે.
- સોમપુરા માર્બલ બ્રિક્સ જ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિર પણ આ લોકો જ બના્વ્યુ છે.
- મંદિર માટે 10 કરોડ પરિવારો દાન આપશે.
- મંદિરના પાયાનું નિર્માણ માટીની ક્ષમતાના આધારે 60 મીટર નીચે કરાયું છે.
દુનિયાના ક્યા ક્યા દેશોમાં કોરોનાની રસી બનાવવાનું કામ ચાલી રહ્યું છે ધમધોકાર ? ક્યા દેશમાં શું થઈ પ્રગતિ ?
વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના છ પ્રકારની કરી ઓળખ, જાણો કેવા હોય છે લક્ષણ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
દુનિયા
Advertisement