શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  Poll of Polls)

દુનિયાના ક્યા ક્યા દેશોમાં કોરોનાની રસી બનાવવાનું કામ ચાલી રહ્યું છે ધમધોકાર ? ક્યા દેશમાં શું થઈ પ્રગતિ ?

કોરોના સામે રક્ષણ આપતી રસી ક્યારે આવશે તેને લઈ દરેકના મનમાં સવાલ છે. કારણકે રસી જ આ રોગનો એકમાત્ર ઈલાજ છે.

નવી દિલ્હીઃ કોરોના સામે રક્ષણ આપતી રસી ક્યારે આવશે તેને લઈ દરેકના મનમાં સવાલ છે. કારણકે રસી જ આ રોગનો એકમાત્ર ઈલાજ છે. વિશ્વમાં હાલ 200 કંપનીઓ કોરોના વાયરસની વેક્સીન શોધવામાં લાગી છે. ભારતમાં પણ કોરોનાની રસીને લઈ માનવ પરીક્ષણ શરૂ થઈ ગયું છે.  વિશ્વના તમામ દેશ વેકસીનને લઈ મોટા દાવા કરી રહ્યા છે. 20 વેક્સીન અલગ અલગ તબક્કામાંથી પસાર થઈ રહી છે. રશિયાના વૈજ્ઞાનિકોએ વિશ્વની પ્રથમ કોરોના વાયરસ રસી ઓગસ્ટમાં લોન્ચ કરવાનો દાવો કર્યો છે. મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીએ વેક્સીન માટે સફળતાપૂર્વક પુરું કર્યું છે. 18 જૂનથી શરૂ થયેલા ટ્રાયલમાં વોલેંટિયર્સની પ્રથમ બેચને 15 જુલાઈએ રજા અપાઈ હતી અને બીજી બેચને 20 જુલાઈએ રજા અપાશે. ચીનની કંપની સીનોવેક બાયોટેકનું હ્યુમન ટ્રાયલ ત્રીજા તબક્કામાં પહોંચી ચુક્યુ છે. ત્રીજા તબક્કામાં પહોંચનારી વિશ્વની પ્રથમ કોવિડ-19 વેક્સીન છે. અબૂધાબીમાં 15000 રજિસ્ટર્ડ વોલંટિયરને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. 28 દિવસની અંદર બે વખત વેક્સીનના ડોઝ આપ્યા બાદ 100 ટકા લોકોમાં એન્ટીબોડીઝ વિકસિત થયું હતું. ચીનમાં ચાક સંભવિત કોરોના વેક્સીન વિકસાવવામાં આવી રહી છે. વુહાન ઈન્સ્ટીટ્યૂટ અને સીનાફોર્મ્સની વેક્સીન બીજા તબક્કામાં છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી, ઈમ્પીરિયલ કોલેજની વેક્સીન માનવીઓ પર ટ્રાયલના બીજા અને ત્રીજા તબક્કામાં છે. ટ્રાયલના બીજા તબક્કામાં 105 લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે. ત્રીજા તબક્કામાં નવેમ્બરમાં 6000 લોકો પર પરીક્ષણ કરવામાં આવશે.
ભારતમાં કોવેક્સીન અને ઝાયકોવ-ડી નામની બે રસીનું પ્રથમ અને બીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. પ્રથમ ડોઝ આપ્યા બાદ વોલંટિયર્સમાં કોઈ આડઅસર જોવા મળી નથી. કંપનીની તૈયારી માર્ય સુધીમાં માનવ પરીક્ષણ પૂરા કરવાની છે. સફળતા મળ્યા બાદ 100 મિલિયન ડોઝ બનાવાશે. અમેરિકામાં મોર્ડના 27 જુલાઈ આસપાસ વેક્સીનના માનવ પરીક્ષણની યોજના બનાવી રહી છે. કંપની 87 સ્થાન પર ટ્રાયલ કરશે. કેનેડા સ્થિત મેડિકગોએ પણ કોવિડ વેક્સીનનું પ્રથમ તબક્કાનું પરીક્ષણ શરૂ કર્યું છે. જર્મનીમાં બાયોએનટેક, પીફાઇઝર અને ફોસન ફાર્મા સંભવિત વેક્સીન બનાવવાના બીજા તબક્કામાં પહોંચી ગઈ છે. વિશ્વની 130થી વધુ કંપનીઓ પ્રી ક્લિનિક્લ સ્ટેજ પર વેક્સીનનું ટ્રાયલ કરી રહી છે. પ્રથમ તબકકામાં 17 કોરોના વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. બીજા તબક્કામાં 9 વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે અને ત્રીજા તબક્કામાં ત્રણ વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આમાંથી વેક્સીન વેચવાની મંજૂરી હજુ કોઈને મળી નથી. માર્કેટમાં વેક્સીન વેચવની મંજૂરી લેવા તેમણે છઠ્ઠા તબક્કા સુધી પહોંચવું પડશે. કેટલા તબક્કામાં થાય છે ટ્રાયલ 1. રિસર્ચ 2. પ્રી ક્લિનિક્લ ટ્રાયલ 3. ક્લિનિક્લ ટ્રાયલ 4. મંજૂરી 5. ઉત્પાદન 6. ક્વોલિટી કંટ્રોલ ક્લિનિકલ ટ્રાયલમાં પણ ત્રણ તબક્કા હોય છે. પ્રથમ તબક્કામાં 100થી ઓછા લોકો પર ટ્રાયલ કરવામાં આવે છે. બીજા તબક્કામાં તેનાથી વધારે અને ત્રીજા તબક્કામાં હજારો લોકો પર વેક્સીનની ટ્રાયલ થાય છે. AIIMSમાં સોમવારથી કોરોના વેક્સિનના માણસો પર ટ્રાયલ, જાણો ક્યાં સુધીમાં બની જશે વેક્સિન ? વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના છ પ્રકારની કરી ઓળખ, જાણો કેવા હોય છે લક્ષણ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sabarmati Moive: ફિલ્મ ‘સાબરમતી’ને ગુજરાતભરમાં કરી દેવાઈ કરમુક્ત, ગૃહરાજ્યમંત્રીની મોટી જાહેરાતPatan News:  પાટણની હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી આવી વિવાદમાંSomnath Koli Samaj Andolan: સરકારની ચિંતન શિબિર પહેલા સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યોHun To Bolish : હું તો બોલીશ : મહિલાઓને ખતરો કોનાથી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
MP અને છત્તીસગઢ બાદ ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી 'ધ સાબરમતી રિપોર્ટ', CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
પીએમ આવાસ યોજનાને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કોના નામે થશે રજિસ્ટ્રી
Maharashtra Jharkhand Exit Polls Result 2024: પાંચ એક્ઝિટ પોલ, બે રાજ્ય અને 10 સૌથી મોટા ઉલટફેર, જુઓ Exit Poll પર રિપોર્ટ
Maharashtra Jharkhand Exit Polls Result 2024: પાંચ એક્ઝિટ પોલ, બે રાજ્ય અને 10 સૌથી મોટા ઉલટફેર, જુઓ Exit Poll પર રિપોર્ટ
CBSE Exam Datesheet 2025: CBSEએ જાહેર કરી 10 અને 12ની પરીક્ષાની તારીખ, અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ?
CBSE Exam Datesheet 2025: CBSEએ જાહેર કરી 10 અને 12ની પરીક્ષાની તારીખ, અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ?
60 ચેનલ, 12થી વધુ ભાષા... Prasar Bharatiએ લોન્ચ કર્યું OTT પ્લેટફોર્મ, નેટફ્લિક્સ-જિયો સિનેમાને આપશે ટક્કર?
60 ચેનલ, 12થી વધુ ભાષા... Prasar Bharatiએ લોન્ચ કર્યું OTT પ્લેટફોર્મ, નેટફ્લિક્સ-જિયો સિનેમાને આપશે ટક્કર?
PM Modi: ડોમિનિકાના સર્વોચ્ચ સન્માન 'એવોર્ડ ઓફ ઓનર'થી સન્માનિત PM મોદી, કોરોનામાં ભારતે કરી હતી મદદ
PM Modi: ડોમિનિકાના સર્વોચ્ચ સન્માન 'એવોર્ડ ઓફ ઓનર'થી સન્માનિત PM મોદી, કોરોનામાં ભારતે કરી હતી મદદ
Embed widget