શોધખોળ કરો
Advertisement
અમેરિકાની હિંસા પર વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા, ટ્વિટ કરીને આપ્યો આવો પ્રતિભાવ
અમેરિકા સંસદમાં થયેલા હોબાળાની ઘટનાની નિંદા સમગ્ર દુનિયામાં થઇ રહી છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશની સંસદનું આ ચિત્ર લોકતાંત્રિક પ્રક્રિયા માટે ચિંતાજનક છે. વોશિગ્ટન ડીસીમાં થયેલી હિંસાને લઇને વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપી છે. PM મોદીએ આ સંબંધે ટ્વિટ કર્યું છે.
નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી 2020ના પરિણામ પર ચાલી રહેલી બબાલે હિંસક સ્વરૂપ લીધું છે.આ મામલે અમેરિકા સંસદમાં જોરદાર હોબાળો થયો હતો. તો દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં થયેલી આ ઘટનાની આખી દુનિયામાં નિંદા થઇ રહી છે. અમેરિકા વોશિગ્ટન ડીસીમાં થયેલી હિંસાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, લોકતાંત્રિક પ્રક્રિયાને ગેરકાયદેસર રીતે પ્રભાવિત ન કરી શકાય.
PM મોદીનું ટ્વિટ
PM મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે, “ વોશિગ્ટન ડીસીમાં સર્જાયેલી હિંસક ઘટનાને લઇને ખૂબ જ વ્યથિત છું. શાંતિપૂર્ણ રીતે કોઇ પણ ઘટનાનો વિરોધ કરી શકાય છે પરંતુ પરંતુ લોકતાંત્રિક પ્રક્રિયાને હિંસક વિરોધથી વિકૃત ન કરી શકાય".
ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા માટે તૈયારી નથી. જેના કારણે અમેરિકી સાંસદમાં મોડી રાત્રે ટ્રમ્પના સમર્થકો કેપિટોલ બિલ્ડિંગમાં ઘૂસી ગયા અને હોબાળો કરવા લાગ્યા. કેપિટોલ પરિસર બહાર ટ્રમ્પના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘટના બાદ પરિસરને બંધ કરી દેવાયું. આક્રમક સમર્થકોને રોકવા અને સાંસદોને બચાવવા માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં એક પ્રદર્શનકારીનું મોત થઇ ગયું. ભીડને કાબૂમાં લેવા પોલીસે ટિયર ગેસ છોડ્યો હતો. બાઇડને રોજદ્રોહની ઘટના ગણાવી અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બાઇડેનને કેપિટોલ બિલ્ડિંગ પર થયેલા હોબાળાની ઘટનાને રોજદ્રોહની ઘટના ગણાવી છે. બાઇડને ઘટનાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “આ કોઇ વિરોધ નથી પરંતુ વિદ્રોહ છે“ બાઇડને ઘટના બાદ ટ્રમ્પને હોબાળો ખતમ કરવા માટે પણ અપીલ કરી છે. તેમણે ટ્રમ્પને અપીલ કરતા જણાવ્યું કે. “ડોનાલ્ડ ટ્રમ્પ આ શપથને નિભાવે અને આ ઘેરાબંધી બંધ કરાવે” બાઇડને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કેપિટોલ બિલ્ડિંગ પર જે હોબાળો જોવા મળ્યો તે વૃતિ અમારી નથી. આ એવા લોકોનું કૃત્ય છે. જે કાયદાને નથી માનતા.Distressed to see news about rioting and violence in Washington DC. Orderly and peaceful transfer of power must continue. The democratic process cannot be allowed to be subverted through unlawful protests.
— Narendra Modi (@narendramodi) January 7, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement