શોધખોળ કરો
PM મોદીએ આપી જવાનોને દિવાળી ભેટ, શરૂ કર્યું અનોખું કેંપેન

નવી દિલ્લી: સરહદ પર જબરદસ્ત તણાવની વચ્ચે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે એક અભિયાન શરૂ કર્યું છે, જેના મારફતે લોકો દેશની સરહદની સુરક્ષા કરતા જવાનોને દિવાળી પર પોતાની શુભકામનાઓ અને સંદેશ મોકલી શકે છે અને તેમનું મનોબળ વધારી શકે છે. લોકો નરેંદ્ર મોદી એપ પર, માઈજીઓવીઈન મારફતે હેશટેગ ‘સંદેશ2સોલ્જર્સ’ અભિયાન મારફતે અને આકાશવાણીના માધ્યમથી પોતાનો સંદેશ મોકલી શકે છે. દૂરદર્શન પણ સેના પ્રતિ લોકોની ભાવનાઓની પ્રગટ કરવાનો એક કાર્યક્રમ શરૂ કરશે. અભિયાનનું નેતૃત્વ કરી રહેલા પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું, ‘હું મારું હેશટેગ ‘સંદેશ2સોલ્જર્સ’મોકલું છું. તમે પણ આવું કરી શકો છો. તમારી શુભકામનાઓ નિશ્ચિત રૂપથી આપણા જવાનોને ખૂબ ખુશી પહોંચાડશે. આ દિવાળી આવો, પોતાના બહાદૂર સેનાને યાદ કરો જે નિરંતર આપણા દેશની રક્ષા કરે છે. જય હિંદ. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું, જ્યારે સવા કરોડ લોકો જવાનો સાથે ઉભા રહેશે તો તેમની તાકાત સવા કરોડ ઘણી વધી જશે.’
વધુ વાંચો





















