PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા, આજે ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે કરશે મુલાકાત
23 સપ્ટેમ્બરના રોજ અમેરિકી સમય અનુસાર સવારે 9:40 વાગ્યે (ભારતીય સમય અનુસાર સાંજે 7:15 વાગ્યાથી) વડાપ્રધાન મોદી પોતાની હોટલમાં જ વિવિધ સીઈઓ (CEO)ને મળશે.
PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની ત્રણ દિવસની મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી ગઈકાલે નવી દિલ્હીથી અમેરિકા જવા રવાના થયા હતા, જે હવે વોશિંગ્ટન પહોંચી ગયા છે. પીએમ મોદી હવે અહીંથી સીધા જ પેન્સિલવેનિયા એવન્યુ સ્થિત હોટલ વિલાર્ડ ઇન્ટરકોન્ટિનેન્ટલ માટે રવાના થશે અને અહીં રોકાશે.
23 સપ્ટેમ્બરના રોજ અમેરિકી સમય અનુસાર સવારે 9:40 વાગ્યે (ભારતીય સમય અનુસાર સાંજે 7:15 વાગ્યાથી) વડાપ્રધાન મોદી પોતાની હોટલમાં જ વિવિધ સીઈઓ (CEO)ને મળશે. આ સીઈઓ (CEO)માં ક્વાલકોમના પ્રમુખ અને સીઈઓ (CEO), એડોબના ચેરમેન, ફર્સ્ટ સોલરના સીઈઓ (CEO), જનરલ એટોમિક્સના ચેરમેન અને સીઈઓ (CEO) અને બ્લેકસ્ટોનના સ્થાપકનો સમાવેશ થશે. સાથે જ આજે પીએમ મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળશે.
તમને જણાવી દઈએ કે, અમેરિકા જતા પહેલા પીએમ મોદીએ એક નિવેદનમાં તેમની સમગ્ર યાત્રાની વિગતો પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, હું યુએસ પ્રમુખ બિડેન સાથે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન -પ્રદાન કરીશ. હું ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહકારની તકો શોધવા માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળવાની રાહ જોઉં છું.
"Grateful to the Indian community in Washington DC for the warm welcome. Our diaspora is our strength. It is commendable how the Indian diaspora has distinguished itself across the world," tweets PM Narendra Modi pic.twitter.com/fXRif5I0oO
— ANI (@ANI) September 23, 2021
પીએમ મોદીએ આગળ કહ્યું, 'હું મારી મુલાકાત યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં સંબોધન સાથે સમાપ્ત કરીશ, જેમાં કોવિડ રોગચાળો, આતંકવાદ સામે લડવાની જરૂરિયાત, આબોહવા પરિવર્તન અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ સહિત વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મારી યુએસ મુલાકાત અમેરિકા સાથે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા, અમારા વ્યૂહાત્મક ભાગીદારો જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધોને મજબૂત કરવા અને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર અમારા સહયોગને આગળ વધારવાની તક હશે. '