ડો. મનમોહનસિંહની તબિયત લથડતાં AIIMSમાં દાખલ, મોદી સરકારના ક્યા ટોચના મંત્રીએ હોસ્પિટલમાં જઈ પૂછ્યા ખબરઅંતર ? મોદીએ શું લખ્યું ?
88 વર્ષીય મનમોહન સિંહને સુગરની બીમારી છે. તેઓની બે વખત બાયપાસ સર્જરી થઇ ચૂકી છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની તબિયત બગડ્યા બાદ તેમને બુધવારે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ મનમોહન સિંહની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. દરમિયાન, ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા મનમોહન સિંહની હાલત જાણવા એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા.
મનમોહન સિંહને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં સતત દુઃખાની ફરિયાદ બાદ સાંજે 6:15 વાગ્યે એઈમ્સ દિલ્હીના કાર્ડિયો ન્યુરો ટાવરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનની સારવાર ન્યુરો ડોક્ટર અચલ શ્રીવાસ્તવ અને હાર્ટ ડોક્ટર નીતીશ નાયક કરી રહ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે.
Delhi: Union Health Minister Mansukh Mandaviya arrives to meet former Prime Minister & Congress leader Dr Manmohan Singh at All India Institute of Medical Sciences, Delhi
— ANI (@ANI) October 14, 2021
Singh was admitted to AIIMS Delhi, yesterday pic.twitter.com/cjVhJvMQm4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું, "હું ડો. મનમોહન સિંહજીના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું."
I pray for the good health and speedy recovery of Dr. Manmohan Singh Ji.
— Narendra Modi (@narendramodi) October 14, 2021
88 વર્ષીય મનમોહન સિંહને સુગરની બીમારી છે. તેઓની બે વખત બાયપાસ સર્જરી થઇ ચૂકી છે. તેમની પ્રથમ સર્જરી વર્ષ 1990માં યુકેમાં થઇ હતી. જ્યારે 2009માં એઇમ્સમાં બીજી બાયપાસ સર્જરી થઇ હતી. ગયા વર્ષે એક નવી દવાના કારણે રિએક્શન અને તાવ આવ્યા બાદ પણ મનમોહન સિંહને એઇમ્સમાં ભરતી કરાયા હતા. અનેક દિવસો બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. આ વર્ષે 19 એપ્રિલના રોજ, તે કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, ત્યારબાદ તેને એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી, 29 એપ્રિલના રોજ, તેમને એઈમ્સના ટ્રોમા સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી.
કોગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહ હાલમાં રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. સિંહ વર્ષ 2004થી 2014 સુધી વડાપ્રધાન રહ્યા હતા.