(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi speech: લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન મોદીએ કરેલા સંબોધનના પાંચ મહત્વના મુદ્દા
પીએમ મોદીએ આજે લાલ કિલ્લાની પ્રાચીર પર તિરંગાને ફરકાવ્યાં બાદ રાષ્ટ્રને સંબોધન કરતાં એક નવું સૂત્ર આપતા કહ્યું કે, "સબકા સાથે સબકા વિકાસ,સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ"
Independence day :પીએમ મોદીએ આજે લાલ કિલ્લાની પ્રાચીર પર તિરંગાને ફરકાવ્યાં બાદ રાષ્ટ્રને સંબોધન કરતાં કેટલાક મહત્વના મુદાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી એક નવું સૂત્ર આપતા કહ્યું કે, સબકા સાથે સબકા વિકાસ,સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ પણ જરૂરી
1. લાલ કિલ્લાની પ્રાચીર પર 75માં સ્વાતંત્ર દિવસે તિરંગાને ફરકાવ્યાં બાદ 7.30 વાગ્યે સંબોઘન કરતા કહ્યું કે, પીએમ મોદીએ વિશેષ રીતે અસમ, મહારાષ્ટ્ર, અને ક્ષેત્રના મહાપુરૂષોના નામનો ઉલ્લેખ કરીને તેને સેલ્યૂટ કર્યાં. તેમણે ત્રણેય સેનાને પણ સેલ્યૂટ કર્યું.
2. PM મોદીએ કોરોના કાળમાં સતત સેવા આપનાર ડોક્ટર્સ, ચિકિત્સકર્મીઓ, સફાઇ કર્મી, વેક્સિન નિર્માતા અને બઘા જ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરની સેવાની બિરદાવતા તેનો શુક્રિયા અદા કર્યો.
3. PM મોદીએ કહ્યું કે, કિશાન સન્માન નિધિ યોજનાથી 10 કરોડ પરિવારને મદદ આપવામાં આવી રહી છે.
4. PM મોદીએ કહ્યું કે, કોરોના વેક્સિનેશન માટે આપણે કોઇ અન્ય દેશો પર નિર્ભર નથી, દેશમાં હાલ દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે. 54 કરોડથી વધુ લોકોને વેક્સિનેટ થઇ ચૂક્યાં છે.
5.PM મોદીએ એ અનાથ બાળકોનો પણ ઉલ્લેખ કર્યો જેણે કોરોનાના કારણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમણે કહ્યું કે, કોરોના પડકાર નથી તે આપણા આગળના રસ્તાને બંધ કરનાર એક વ્યવસ્થા છે. જો કે હાલ દુનિયાના અન્ય દેશો કરતા ભારત ઓછો સંક્રમિત દેશ છે.
6. PM મોદીએ આવનાર 25 વર્ષ માટે સંકલ્પ નક્કી કરવાની વાત કરતા કહ્યું કે, આવનાર 25 વર્ષમાં નવા સંકલ્પ લેવાના છે, જેના કારણે શતાબ્દી વર્ષની ઉજવણીએ આપણે દેશને નવી ઊંચાઇ પર પહોંચાડી શકીએ.
7. PM મોદીએ કહ્યું કે, અમૃતકાલ 25 વર્ષનું છે પરંતુ આપણે આપણા લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રતિક્ષા કરવાની જરૂર નથી, દેશની નાગરિકતાને નાતે પણ આપણે આપણી જાતને બદલવી પડશે.
8. PM મોદીએ સબકા સાથ, સબ કા વિકાસની સાથે સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનો એક નવું સૂત્ર પણ આપ્યું.તેમણે કહ્યુ કે, સૌના સાથ વિના પ્રયાસ અધૂરો છે,.
9. PM મોદીએ કહ્યું કે, બહુ જલ્દી પૂર્વોત્તરના દરેક રાજ્યોમાં રેલ લાઇન લગાવી દેવામાં આવશે. જેના કારણે તે બાંગ્લાદેશ, મ્યાનમાર અન્ય પાડોશી દેશો સાથે જોડાઇ શકશે.
10 .. PM મોદીએ કહ્યું કે, દેશમાં સમાજવાદ, પૂંજીવાદની ચર્ચા જરૂરી છે પરંતુ સહકારવાદ કોઓપરેટિવની ચર્ચા થવી જરૂરી છે. જેથી અડચણ દૂર થઇ જાય.