શોધખોળ કરો
Advertisement
તાશ્કંદ પહોંચ્યા PM મોદી, NSG મુદ્દે ચીની રાષ્ટ્રપતિ સાથે કરશે ચર્ચા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે એટલે કે ગુરુવારે શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના સમ્મેલનમાં ભાગ લેવા તાશકંદ જશે. ચીનના નેતૃત્વવાળા આ સમૂહમાં ભારતને સભ્યતા મળવી નક્કી છે. મોદી આ બેઠક સિવાય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ મળવાના છે. આશા છે કે, આ મુલાકાત વખતે પીએમ મોદી પરમાણુ સપ્લાયર્સ સમૂહ (એનએસજી)માં ભારતની સભ્યતાનો પણ મુદ્દો ઉઠાવશે. તાશકંદમાં એસસીઓ સમ્મેલન 23-24 જૂને થનાર છે. છ સભ્યો આ સમૂહમાં ભારતને સમાવવાનો નિર્ણય ગત વર્ષે રશિયાના ઉફામાં યોજાયેલ સમ્મેલનમાં લીધો હતો.
વિદેશ મંત્રાલયમાં સચિવ સુજાતા મહેતાએ કહ્યું હતું કે, સમ્મેલનમાં ભારતને એસસીઓમાં સમાવેશ કરવાની પ્રક્રિયા તેના મૂળ દસ્તાવેજ, જેમાં ‘મેમોરેંડમ ઑફ ઑબ્લિગેશંસ’ના નામથી ઓળખાય છે. તેના પર હસ્તાક્ષરથી શરૂઆત થશે. એસસીઓ એક ક્ષેત્રીય સંગઠન છે જેમાં ચીન, રશિયા અને ચાર મધ્ય એશિયાઈ ગણતંત્ર કઝાકિસ્તાન, તઝાકિસ્તાન, ઉજ્બેકિસ્તાન અને કિર્ગિસ્તાનનો સમાવેશ થાય છે.
આ સમ્મેલનમાં એસસીઓમાં પહેલી વખત નવા સભ્યોને સ્થાપી સભ્યો બનાવવા માટે વિસ્તાર કરવામાં આવશે. આ સમૂહમાં ભારત અને પાકિસ્તાનને સભ્ય પદ મળનાર છે. અફગાનિસ્તાન, ઈરાન અને મંગોલિયા એસસીઓના સુપરવાઈઝર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion