શોધખોળ કરો
Advertisement
અમેરિકાથી પરત ફર્યા PM મોદી, કહ્યુ- દુનિયાની નજરોમાં વધ્યું ભારતનું માન
અમેરિકાના પ્રવાસ દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તથા હાઉડી મોદી સહિત અનેક કાર્યક્રમોમાં સંબોધિત કર્યા હતા.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની લગભગ એક સપ્તાહની યાત્રા બાદ શનિવારે સ્વદેશ પરત ફર્યા હતા. અમેરિકાના પ્રવાસ દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તથા હાઉડી મોદી સહિત અનેક કાર્યક્રમોમાં સંબોધિત કર્યા હતા. ભાજપે પાલમ ટેકનિકલ એરિયા બહાર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 2014માં પણ ચૂંટણી જીત્યા બાદ હું અમેરિકા, યુએનની સમિટમાં ગયો હતો અને 2019માં પણ ગયો. દુનિયાની નજરોમાં ભારત પ્રત્યે માન સન્માન અને આદર વધ્યો છે. જેનું મુખ્ય કારણ 130 કરોડ હિંદુસ્તાની છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દુનિયાભરમાં ભારતની સ્વીકૃતિ વધી છે. ભારત પ્રત્યે આદરનો ભાવ વધ્યો છે. જેનો પુરો શ્રેય દેશ અને દુનિયાભરમાં વસતા આપણા ભાઇ-બહેનોને જાય છે. આ વખતે મેં અમેરિકામાં તેનું એક વિરાટરૂપ જોયું છે. વિશ્વભરમાં ફેલાયેલા આપણા ભારતીયોએ પોત-પોતાના દેશોમાં એ દેશના લોકોનો પ્રેમ હાંસલ કર્યો છે. આ ભારતનું ગૌરવ વધારનાર છે.PM Modi: The Howdy Modi event in Houston was grand. President Trump was present there. In addition to all this, what stands out is the manner in which the Indian community in USA, in Texas and in Houston showcased their presence. pic.twitter.com/uluP2x1Q7K
— ANI (@ANI) September 28, 2019
હાઉડી મોદી સમારોહને લઇને મોદીએ કહ્યું કે, તે સમારોહમાં તેની વિશાળતા અને ભવ્યતા, ટ્રમ્પનું ત્યાં આવવું દુનિયાને અમારી દોસ્તીનો અહેસાસ થશે. આટલા ઓછા સમયમાં અમેરિકાના આપણા ભાઇઓ-બહેનોએ જે શક્તિનું પ્રદર્શન કર્યું તે તેની ચારેકોર પ્રશંસા થઇ રહી હતી.PM salutes soldiers who carried out surgical strikes, says they showcased India's strength Read @ANI Story | https://t.co/0j7T8GACln pic.twitter.com/z015mfGWTr
— ANI Digital (@ani_digital) September 28, 2019
સર્જિકલ સ્ટ્રાઇકને લઇને તેમણે કહ્યું કે, આજે 28 સપ્ટેમ્બર છે. ત્રણ વર્ષ અગાઉ આ તારીખે હું આખી રાત એક ક્ષણ પણ ઉંઘ્યો નહોતો. આખી રાત જાગતો રહ્યો હતો. તમામ ક્ષણ ટેલિફોનની રિંગ ક્યારે વાગશે તેની રાહ જોઇ રહ્યો હતો. તે 28 સપ્ટેમ્બરના રોજ ભારતના વીર જવાનોનું પરાક્રમ એક સ્વર્ણિમગાથા લખનાર હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ત્રણ વર્ષ અગાઉ 28ની રાત્રે જ મારા દેશના વીર જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભારતની આન-બાન-શાનને દુનિયા સામે પ્રસ્તૃત કરી હતી. હું આજે તે દિવસને યાદ કરીને આપણા વીર જવાનોના સાહસને પ્રણામ કરું છું અને તેમને અભિનંદન આપું છું. અમેરિકાથી પરત ફર્યા PM મોદી, કહ્યુ- દુનિયાની નજરોમાં વધ્યું ભારતનું માન#WATCH: PM Narendra Modi waves to people gathered outside Palam Technical Airport to welcome him as he arrived in Delhi today, after concluding his visit to USA. pic.twitter.com/DKd7Icigdg
— ANI (@ANI) September 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement