કોરોનાની થર્ડ વેવની આશંકાની વચ્ચે PM મોદીએ બોલાવી આજે મહત્વની સમીક્ષા બેઠક, આ મુદ્દે થશે મંથન
કોરોનાની થર્ડ લહેરની આશંકા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે 3.30 વાગે મહત્વની બેઠક બોલાવી છે.
નવી દિલ્લી: કોરોનાની થર્ડ લહેરની આશંકા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે 3.30 વાગે મહત્વની બેઠક બોલાવી છે.કોરોનાની થર્ડ લહેરની આશંકા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે 3.30 વાગે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિની સાથે થર્ડ વેવના નિવારવા મુદ્દે પણ ચર્ચા થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલય, કેબિનેટ સચિવ અને નિતી આયોગ સામેલ થશે.
ઓક્ટોબરમાં પીક પર આવશે કોરોના સંક્રમણ:ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયના નેશનલ ઇસ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમેટીએ થર્ડ વેવની આશંકા વ્યક્ત કરી છે. કમેટીએ આ રિપોર્ટ PMOને સોપ્યો છે.આ રિપોર્ટ મુજબ ઓક્ટોબરમાં કોરોનાની થર્ડ વેવ પીક પર હશે. રિપોર્ટમાં બાળકોના સંક્રમણની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે મેડિકલ સુવિધા, વેન્ટીલેટર, ડોક્ટર સ્ટાફ, એમ્બ્યુલન્સ સહિતની સુવિધા કરવી અનિવાર્ય છે.
પ્રાથમિકતાના આઘાર રસીકરણ કરવું જરૂરી
કમેટી દ્રારા સોંપેલી રિપોર્ટમાં એવી પણ સલાહ આપવામાં આવી છે કે, લોકોના વેક્સિનેશનનની પ્રાથમિકતા નક્કી થવી જોઇએ. જે લોકો પહેલાથી કોઇ બીમારીથી પીડિત હોય તેવા લોકો અને બાળકોના વેક્સિનેશનને હવે પ્રાધાન્ય આપવું જોઇએ. ગૃહ મંત્રાલયે આ રિપોર્ટ એ સમયે રજૂ કરી છે કે, જ્યારે બાળકોનું રસીકરણ શરૂ થવા જઇ રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બાળકોની પ્રાથમિકતાના આધાર પર રસીકરણ કરવું જોઇએ.
રસીના 58 કરોડ 89 લાખ 97 હજાર 805 ડોઝ આપવામાં આવ્યા
તે જ સમયે છેલ્લા દિવસે દેશમાં કોરોના રસીના 63 લાખ 85 હજાર 298 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ રસીકરણનો કુલ આંકડો 58 કરોડ 89 લાખ 97 હજાર 805 પર પહોંચી ગયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું છે કે 23 ઓગસ્ટ 2021 સુધી ભારતમાં 50 કરોડ 93 લાખ 91 હજાર 792 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ગઇકાલે 16 લાખ 47 હજાર 526 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.