PM મોદીએ કર્ણાટકના હુબલીમાં વિશ્વના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કર્યું
હુબલી સ્ટેશન પર વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ રેકોર્ડને તાજેતરમાં 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકમાં હુબલીમાં વિશ્વના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મનું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન પીએમની કર્ણાટક મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
Karnataka | PM Narendra Modi dedicated several development projects and the longest railway platform in the world in Hubballi-Dharwad. pic.twitter.com/kcw08B6UIR
— ANI (@ANI) March 12, 2023
રેલવે પ્લેટફોર્મ રાષ્ટ્રને સમર્પિત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી સિદ્ધારુધા સ્વામી હુબલી સ્ટેશન પર વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ રેકોર્ડને તાજેતરમાં 'ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. લગભગ 20 કરોડના ખર્ચે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. તેની લંબાઈ 1,507 મીટર છે. આ પ્લેટફોર્મ રેલવે દ્વારા રિમોડલિંગ સ્ટેશનોની પહેલના ભાગરૂપે રૂ. 20.1 કરોડના રોકાણ સાથે બાંધવામાં આવ્યું છે.
રેલ્વે પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય ફેબ્રુઆરી 2021 માં શરૂ કરવામાં આવ્યું હતું
સિદ્ધારુધા સ્વામી રેલ્વે સ્ટેશન પર 1.5 કિમી લાંબા રેલ્વે પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય ફેબ્રુઆરી 2021 માં શરૂ કરવામાં આવ્યું હતું અને હવે તે પૂર્ણ થયું છે. સ્ટેશન કર્ણાટકમાં એક મહત્વપૂર્ણ જંકશન છે અને બેંગલુરુ (દાવનગેરે બાજુ), હોસાપેટે (ગડાગ બાજુ) અને વાસ્કો-દા-ગામા/બેલાગવીને જોડે છે.
ભારત માત્ર સૌથી મોટી લોકશાહી નથી પરંતુ લોકશાહીની જનની
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે ભારત માત્ર સૌથી મોટી લોકશાહી નથી પરંતુ લોકશાહીની જનની છે. એટલું જ નહીં ભારતની લોકશાહીની પરંપરાઓને નુકસાન પહોંચાડી શકવાની કોઈની તાકાત પણ નથી. છતાં પણ અમુક લોકો ભારતની લોકશાહી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. વધુમાં ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે મારું સદભાગ્ય હતું કે મેં થોડા સમય પહેલા લંડનમા જ ભગવાનની બસ્વેશ્વરની પ્રતિમાનું ઉદઘાટન કર્યું હતું. પરંતુ કમનસીબીએ છે કે હવે ભારતની લોકશાહી પર લંડનમા જ સવાલો ઉઠી રહ્યા છે.
વિશ્વનું સૌથી મોટા પ્લેટફોર્મનું નિર્માણ કરાયું
કર્ણાટકના વિકાસને વખાણતા પીએમ મોદીએ કહ્યું કે કર્ણાટક આજે કનેક્ટિવિટી મામલે ટોચના સ્થાન પર પહોંચી ગયું છે સિદ્ધારુધા સ્વામી રેલ્વે સ્ટેશન પાસે વિશ્વનું સૌથી મોટા પ્લેટફોર્મનું નિર્માણ કરાયું છે તો સ્વચ્છતા અને પાણી મામલે અમારી સરકાર એક હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટો હાથ ધરી રહ્યું છે.