PM Modi Interview: PM મોદીએ અખિલેશ પર નિશાન સાધ્યું, અજય મિશ્ર ટેની, જવાહર લાલ નેહરુ અને પંજાબને લઈ કહી આ વાત
ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આવતીકાલે યુપીમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ પહેલા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એબીપી ન્યૂઝ પર લાઈવ
LIVE
Background
PM Modi Interview: ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આવતીકાલે યુપીમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ પહેલા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એબીપી ન્યૂઝ પર લાઈવ છે. બેરોજગારીથી લઈને કોરોના મહામારી સુધી અને ચૂંટણીની મોસમમાં અર્થતંત્ર અને સાંપ્રદાયિકતાના મુદ્દા. આ તમામ મુદ્દાઓને લઈને વિપક્ષ સતત સરકારને સવાલ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા પીએમ મોદીનો ઈન્ટરવ્યુ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ચૂંટણીમાં ધ્રુવીકરણના સવાલ પર પીએમ
ચૂંટણીમાં ધ્રુવીકરણના સવાલ પર પીએમએ કહ્યું, "ભાજપનો મંત્ર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ છે. અમે ક્યારેય અમારા સિદ્ધાંતો બદલ્યા નથી. તમે મારા મોઢેથી ઘણી વખત સાંભળ્યું હશે. હું આ જોઈ રહ્યો છું કે વિશ્વના દેશો પણ આ વાક્યનો પોતપોતાની ભાષામાં અનુવાદ કરી કહે છે કે મોદી આ સિદ્ધાંતો પર કામ કરે છે. સમાજ વ્યવસ્થા છે, તેને કોઈ નકારી શકે નહીં.
વિપક્ષ પર પીએમ મોદીએ નિશાન સાધ્યું
વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, "કેટલાક નેતાઓ વ્યક્તિગત સ્વાર્થ માટે વિવિધતાનો ઉપયોગ કરીને એકબીજાનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 50 વર્ષથી આ જ કર્યું છે, દરેક બાબત પર દેશને ભાગલા પાડો અને રાજ કરો." તેમણે કહ્યું કે પારિવારિક પક્ષો લોકશાહીના સૌથી મોટા દુશ્મન છે.
5 રાજ્યોમાં ભાજપની લહેર
વડાપ્રધાને કહ્યું કે પાંચ રાજ્યની જનતા ફરી કામ કરવાની તક આપશે. અમે ઘણી હાર બાદ આ સ્થિતિએ પહોંચ્યા છે. તમામ રાજ્યમાં હાલમાં ભાજપની લહેર જોવા મળી રહી છે.
વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન જરૂરી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાજ્યોની પ્રાથમિકતા શું એ હું સમજુ છું, વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન જરૂરી છે. દેશમાં પણ તમામ સ્થળોએ વિકાસ થવો જોઈએ. સમાજના તમામ વ્યક્તિને વિકાસની તક મળવી જોઈએ.
પંજાબમાં ભાજપ સૌથી ભરોસાપાત્ર પક્ષ
પીએમ મોદીએ દાવો કર્યો કે આજે ભારતીય જનતા પાર્ટી પંજાબમાં સૌથી ભરોસાપાત્ર પાર્ટી તરીકે ઉભરી આવી છે. સામાજિક જીવનના ઘણા વરિષ્ઠ લોકો, રાજકારણના ઘણા મોટા નેતાઓ પણ તેમની જૂની પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. નાના ખેડૂતો માટે અમે જે કામ કર્યું છે તેની પંજાબમાં જબરદસ્ત પહોંચ છે.