CoWin એપને લઈ વૈશ્વિક સંબોધન કરશે PM મોદી, જાણો કેવી રીતે કામ કરે છે એપ
કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. લાભાર્થીની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી વેબસાઇટ છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે કોવિન ગ્લોબલ કૉન્ક્લેવ (CoWIN Global Conclave) પર પોતાના વિચારો રજૂ કરશે. ભારત કોરોના સામે લડવા માટે કોવિન(CoWIN)ને વૈશ્વિક સ્તર પર ડિજિટલ પબ્લિક ગુડના રૂપમાં રજૂ કરશે. આ કાર્યક્રમાં વર્ચુઅલ માધ્યમથી કરવામાં આવશે. આ કૉન્ક્લેવમાં અનેક દેશો સાથે કોવિડના નિર્માણ અને વિકાસની સ્ટોરી શેર કરવામાં આવશે. NHA દ્વારા કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી મોદી પણ કાર્યક્રમમાં સામેલ થશે અને આ પહેલ વિશે પોતાના વિચારો રજૂ કરશે. વિયેતનામ, પેરુ, મેક્સિકો, ઈરાક, ડોમિનિકન ગણરાજ્ય, પનામા, યૂક્રેન, નાઈઝીરિયા, સંયુક્ત આરબ અમીરાત અને યુગાંડા જેવા દેશોએ પોતાની રસીકરણ કાર્યક્રમ ચલાવવા કોવિન ટેકનીક વિશે શીખવાની રૂચિ વ્યક્ત કરી છે.
શું છે કોવિનનું ફૂલ ફોર્મ અને ખાસિયત
કોવિનનું ફૂલ ફોર્મ કોવિડ વેક્સિન ઈન્ટેલિજેંસ વર્ક છે. કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. લાભાર્થીની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી વેબસાઇટ છે. એટલું જ નહીં આ વેક્સિનેશન પ્રોસેસ સાથે જોડાયેલા અધિકારી માટે એક અલગ મોબાઇલ એપ્લિકેશન પણ છે.
રજિસ્ટ્રેશન અને વેક્સિન સ્લોટ બુકિંગ
આ એપ પર મોબાઇલના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી કોઇ પણ વ્યક્તિ રસી માટેનો સ્લોટ બુક કરી શકે છે. આ ઉપરાંત વેક્સિન લગાવ્યા બાદ વેક્સિનેશન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકાય છે. કોવિન પ્લેટફોર્મ પર હવે વેક્સિન સર્ટિફિકેટમાં ભૂલ હોય તો સુધારવાનો પણ વિકલ્પ છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત સાતમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 39,796 નવા કેસ આવ્યા હતા અને 42,352 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 723 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં સતત 52મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 4 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 28 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.