શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ પર એક્શનમાં મોદી, તમામ રાજ્યોના CM અને સ્વાસ્થ્યમંત્રીઓ સાથે કરશે વાત
આ દરમિયાન રાજ્યોમાં કોરોનાને લઇને કરવામાં આવેલી તૈયારીઓ, સુવિધાઓ પર ચર્ચા થઇ શકે છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધિત કરશે. દેશમાં અત્યાર સુધીમાં 170 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. દેશવાસીઓને સંબોધવા સિવાય વડાપ્રધાન મોદી શુક્રવારે સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે વાત કરશે. આ દરમિયાન રાજ્યોમાં કોરોનાને લઇને કરવામાં આવેલી તૈયારીઓ, સુવિધાઓ પર ચર્ચા થઇ શકે છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ ગુરુવારે બપોરે કહ્યું કે, તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્યમંત્રી આવતીકાલે સાંજે વડાપ્રધાન મોદી સાથે કોરોના વાયરસના મુદ્દે વાત કરશે. નોંધનીય છે કે દેશમાં સતત કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકાર એક્ટિવ થઇ છે. વડાપ્રધાન મોદીએ પણ લોકોને અપીલ કરી છે કે તે ખુલ્લામાં ના જાય, ઘરમાં જ રહે અને વધુમાં વધુ સાવધાની રાખે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જ્યારે વિદેશથી પાછા ફરેલા પોતાના પરિવારના સભ્યોને આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય કર્યો ત્યારે વડાપ્રધાન મોદીએ તેમના વખાણ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, મુખ્યમંત્રી પોતે લોકો માટે ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement