શોધખોળ કરો
PM મોદી 23થી 27 સુધી 3 આફ્રિદી દેશના પ્રવાસે, રવાન્ડાને ભેટમાં શું આપશે, જાણો વિગત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23થી 27 જુલાઈ સુધી આફ્રિકા મહાદ્વિપના ત્રણ દેશો રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. મોદી રવાન્ડા જનારા દેશના પ્રથમ વડાપ્રધાન હશે. વડાપ્રધાન દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં યોજાનારી બ્રિકિસ શિકર બેઠકમાં સામેલ થશે. આ પ્રવાસની મહત્વની વાત એ છે કે મોદી જ્હોનિસબર્ગમાં ચીનના પ્રમુખ શી જીનપિંગ સાથે દ્વિપક્ષી મુલાકાત કરશે. એપ્રિલમાં ચીનના વુહાનમાં જિનપિંગ સાથેની મુલાકાત બાદ મોદીની તેમની સાથે ત્રણ મહિનામાં ફરી મુલાકાત હશે. રવાન્ડામાં સાડા ત્રણ લાખ લોકોને એક એક ગાય આપવાની સરકારની યોજના છે. ભારત રવાન્ડાને 200 ગાય આપી આ યોજનામાં સહકાર આપશે.
વધુ વાંચો





















