શોધખોળ કરો
Advertisement
PM મોદી આજે વારાણસીની મુલાકાતે, 30થી વધુ પ્રોજેક્ટ્સનું કરશે ઉદઘાટન
પીએમ આઈઆરસીટીસીની મહાકાલ એક્સપ્રેસને વીડિયો લિંક દ્વારા લીલી ઝંડી દેખાડશે. આ આ પ્રાઈવેટ ટ્રેન 3 ધાર્મિક શહેર-વારાણસી, ઉજ્જૈન અને ઓમકારેશ્વરને જોડશે.
નવ દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ 30 થી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. પીએમ આઈઆરસીટીસીની મહાકાલ એક્સપ્રેસને વીડિયો લિંક દ્વારા લીલી ઝંડી દેખાડશે. આ આ પ્રાઈવેટ ટ્રેન 3 ધાર્મિક શહેર-વારાણસી, ઉજ્જૈન અને ઓમકારેશ્વરને જોડશે. પીએમ મોદી આજે સવારે 10 વાગ્યે વારાણસી પહોંચશે અને સાંજે 4 વાગ્યા સુધી ત્યાં રહેશે.
પીએમ મોદી વારાણસીમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મારક પર 63 ફૂટ ઉંચી પ્રતિમાનું પણ અનાવરણ કરશે. દેશમાં તેમની આ સૌથી ઉંચી પ્રતિમા છે. આ ઉપરાંત પીએમ મોદી ‘કાશી એક,રૂપ અનેક’કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. તેઓ અમેરિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા ખરીદદારો અને કારીગરો સાથે વાતચીત કરશે.
પીએમ મોદી જે 30થી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાનામાં છે તેમાં બીએચયૂમાં 430 બેડ સુપર સ્પેશિયલાટી હોસ્પિટલ અને 74 બેડવાળા સાઈકિએટ્રી હોસ્પિટલનું ઉદ્ઘાટન સામેલ છે. તે સિવાય તેઓ જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દીના સમાપન સમારોહમાં સામેલ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion