NEET-PGની પરીક્ષા 4 મહીના માટે સ્થગિત, MBBS અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને ફરજ પર મુકવામાં આવશે: PMO
કોરોના વાયરસના વધતા ખતરાને લઈ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કોવિડ 19 સામે લડવા માટે ડૉક્ટરોની ઉપલબ્ધતાને વધારવા માટે એક મોટો નિર્ણય લીધો છે. તે મુજબ NEET-PG પરીક્ષા ચાર મહિના સુધી સ્થગિત કરવા કહેવામાં આવ્યું છે.
કોરોના વાયરસના વધતા ખતરાને લઈ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કોવિડ 19 સામે લડવા માટે ડૉક્ટરોની ઉપલબ્ધતાને વધારવા માટે એક મોટો નિર્ણય લીધો છે. તે મુજબ NEET-PG પરીક્ષા ચાર મહિના સુધી સ્થગિત કરવા કહેવામાં આવ્યું છે.
આ સાથે જ મેડિકલ કર્મચારીઓ જેમણે કોવિડ-19 ડ્યુટીના 100 દિવસ પૂર્ણ કર્યો છે. તો તેમને હવે આવનારી સરકારી નોકરીની ભરતીઓમાં પણ પ્રમુખતા આપવામાં આવશે. સાથે સાથે મેડિકલ ઈન્ટર્નની ડ્યુટી પણ કોવિડ મેનેજમેન્ટમાં સિનીયર ડોક્ટરોની દેખરેખમાં લાગુ કરવામાં આવશે.
પીએમઓએ કહ્યું આ ઉપરાંત 100 દિવસ કોરોના ડ્યૂટી પૂર્ણ કરનારા કર્મચારીઓને કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માન અપાશે.
એમબીબીએસના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની સેવા હળવા કોવિડ -19 લક્ષણોવાળા દર્દીઓના મોનિટરિંગ માટે લેવામાં આવશે. બીએસસી (નર્સિંગ) / જીએનએમ પાસ નર્સોની સેવાઓ સિનિયર ડોકટરોની દેખરેખ હેઠળ ફુલ ટાઇમ-નર્સિંગ ડ્યુટી માટે લેવામાં આવશે.
દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. શનિવાર દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા. જ્યારે રવિવારે થોડા રાહતના સમાચાર આવ્યા છે. રવિવારે કેસ ઘટીને ત્રણ લાખ 68 હજાર નવા કેસ સામે આવ્યા છે. જ્યરે એક જ દિવસમાં 3417 લોકોના મોત થયા છે. જ્યરે 3 લાખ 732 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
એક્ટિવ કેસ 34 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,68,147 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3689 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,00,732 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 99 લાખ 25 હજાર 604
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 62 લાખ 93 હજાર 003
- કુલ એક્ટિવ કેસ - 34 લાખ 13 હજાર 642
- કુલ મોત - 2 લાખ 18 હજાર 959
15 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 71 લાખ 98 હજાર 207 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.