શોધખોળ કરો

પ્રમોદ સાવંત હશે ગોવાના આગામી મુખ્યમંત્રી, BJP ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા

ગોવામાં મુખ્યમંત્રીના ચહેરા પરનું સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રમોદ સાવંતને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના નામનો પ્રસ્તાવ વિશ્વજીત રાણેએ રાખ્યો હતો.

ગોવામાં મુખ્યમંત્રીના ચહેરા પરનું સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રમોદ સાવંતને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના નામનો પ્રસ્તાવ વિશ્વજીત રાણેએ રાખ્યો હતો. આ સતત બીજી વખત છે જ્યારે સાવંત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમર, એલ મુરુગન અને ગોવાના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ હાજર હતા. ત્રણેય નેતાઓ એક પછી એક ધારાસભ્યોને મળ્યા. ધારાસભ્યોએ સાવંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે તેઓ રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

અગાઉના દિવસે ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે સાવંત ઉપરાંત ભાજપના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી વિશ્વજીત રાણે અને ગોવાના રહેવાસી  હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરના નામની પણ મુખ્યમંત્રીના ચહેરા અંગે ચર્ચા થઈ રહી છે.

ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 40 બેઠકોમાંથી 20 બેઠકો પર જીત મેળવી છે. અહીં સરકાર બનાવવા માટે 21 બેઠકોની જરુર છે. મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના બે ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યો ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. એવામાં ભાજપ માટે ગોવામાં સરકાર બનાવવાનો રસ્તો સરળ થયો છે. રાજ્યમાં કૉંગ્રેસે 11 બેઠકો પર જીત મેળવી છે.

ઉત્તરાખંડમાં CM ને લઈ સસ્પેન્સનો આવ્યો અંત,  પુષ્કર સિંહ ધામી જ હશે આગામી મુખ્યમંત્રી

ઉત્તરાખંડમાં સીએમને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. પુષ્કર સિંહ ધામીને ભારતીય જનતા પાર્ટી (BJP)ની ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મીનાક્ષી લેખી હાજર હતા. આ બંને નેતાઓ આજે ખાસ વિમાન દ્વારા દેહરાદૂન પહોંચ્યા હતા.

તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં ભાજપને શાનદાર બહુમતી મળી હતી, પરંતુ મુખ્યમંત્રી ધામી  ખાટિમા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં સરકારનું નેતૃત્વ કોણ કરશે તે અંગે શંકાનો માહોલ સર્જાયો હતો. જેને દૂર કરવા ભાજપમાં ટોચના સ્તરે મંથન થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget