શોધખોળ કરો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
Rain Forecast: દેશના નવ રાજ્યોમાં જોરદાર વરસાદ પડ્યો છે. સપાટ વિસ્તારો અને દરિયાકિનારાના ક્ષેત્રોમાં મુશળધાર વરસાદને કારણે અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી.
India Weather: આ વરસાદને કારણે લોકોના રોજિંદા જીવન પર અસર થઈ છે. દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ બાદ ગુજરાતમાં પણ ભારે વર્ષાને કારણે ઘણાં સ્થળોએ પાણી ભરાતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
1/7

Gujarat Weather: હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસમાં દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ગુજરાતમાં પણ ભારે વરસાદની સૂચના જાહેર કરી છે.
2/7

અમદાવાદમાં રવિવારે જોરદાર વરસાદ થયો હતો. સતત પાંચ કલાક સુધી વરસેલા વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજે વરસાદને કારણે શેલાના પશ્ચિમ વિસ્તારમાં માર્ગ પર ખાડા પડ્યા હતા, તો બીજી તરફ ગાંધીનગર સહિત અનેક સ્થળોએ જમીન ધસી પડવાની ઘટનાઓ બની છે.
Published at : 01 Jul 2024 08:12 AM (IST)
આગળ જુઓ




















