(Source: ECI/ABP News/ABP Majha)
Presidential Election Result Live: આવતીકાલે રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરીણામ, ક્યાં અને ક્યારે યોજાશે મતગણતરી
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં થયેલા મતદાન અંગે ચૂંટણી આયોગે આપેલી માહિતી અનુસાર કુલ 4,796 સાંસદો અને ધારાસભ્યોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
LIVE
Background
Presidential Election Result: રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થઈ ચુક્યું છે. શાસક પક્ષ ભાજપના સાથી પક્ષોના NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu) અને વિપક્ષી પાર્ટીઓ UPAના ઉમેદવાર યશવંત સિન્હાએ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી છે. આ ચૂંટણીનું પરીણામ 21 જુલાઈ ગુરુવારના રોજ જાહેર થશે. ત્યાર બાદ ભારતના નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લેશે. હાલ NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત થઈ રહી હોવાનું કહેવાઈ રહ્યું છે.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં થયેલા મતદાન અંગે ચૂંટણી આયોગે આપેલી માહિતી અનુસાર કુલ 4,796 સાંસદો અને ધારાસભ્યોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતપેટીઓ માટે અલગથી ફ્લાઈટ ટિકીટ
રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓને દિલ્હી પહોંચાડવા માટે અલગથી ફ્લાઈટ ટિકિટ બુક કરવામાં આવી હતી.
After the polling for #PresidentialElections2022 concluded peacefully today, Mr. Ballot Box boarded the flight to Delhi accompanied by respective AROs! Pics from Assam, Gujarat and Karnataka along with the sealed Ballot Box. Counting of votes is scheduled on July 21,2022. pic.twitter.com/iqHIg8rCPJ
— Election Commission of India #SVEEP (@ECISVEEP) July 18, 2022
ભારતના 15મા રાષ્ટ્રપતિ નક્કી થશે
આવતીકાલે 21 જુલાઈના રોજ સવારે ભારતના 15મા રાષ્ટ્રપતિ નક્કી કરવા માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી શરુ થશે.
મતગણતરી રાજધાની દિલ્હીમાં જ થાય છે
વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં ભલે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન યોજાતું હોય પરંતુ મતગણતરી રાજધાની દિલ્હીમાં જ થાય છે. જેથી બધી મતપેટીઓને દિલ્હી લાવવામાં આવે છે.
સાંસદો અને ધારાસભ્યોને વિશેષ મતાધિકાર
રાષ્ટ્રપતિને ચૂંટવા માટે દેશના સાંસદો અને ધારાસભ્યોને વિશેષ મતાધિકાર આપવામાં આવે છે. જેથી દેશના રાજ્યોમાં મતદાનનું આયોજન કરાય છે. આ સાથે રાજધાની દિલ્હીમાં સંસંદ ભવન ખાતે પણ મતદાન યોજાય છે.
મતપેટીઓને VIPની જેમ ફ્લાઈટમાં દિલ્હી લવાઈ
મતપેટીને Mr Ballot Box નામ આપવામાં આવ્યું હતું અને આ મતપેટીઓને VIPની જેમ ફ્લાઈટમાં દિલ્હી લવાઈ હતી. રાષ્ટ્રપતિને ચૂંટવા માટે જે બેલેટ દ્વારા મતદાન થયું હતું તે બેલેટને સાચવનાર મતપેટીને આ રીતે ખાસ ટ્રીટમેન્ટ અપાઈ હતી.