શોધખોળ કરો
Advertisement
PM મોદીએ કેદારનાથ મંદિરમાં કર્યા દર્શન, આવતીકાલે બદ્રીનાથ જશે
લોકસભા ચૂંટણીના પ્રચાર પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબા કેદારનાથના દર્શન કરવા કેદારનાથ પહોંચ્યા છે.
ઉત્તરાખંડ: લોકસભા ચૂંટણીના પ્રચાર પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના બે દિવસીય યાત્રા પર છે. પીએમ મોદીએ સવારે કેદારનાથ પહોંચી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ રુદ્રાભિષેક કર્યો. પીએમ મોદી કેદારનાથ ધામમાં બનેલી ગુફામાં ધ્યાન કરશે. તેઓ શનિવારે કેદારનાથમાં જ રોકાશે. જ્યારે આવતીકાલે બદ્રીનાથ જશે.
કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદીએ મંદિરની પરિક્રમા કરી ત્યારે ત્યાં હાજર શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યું. ત્યાર બાદ સ્થાનીય અધિકારીઓ સાથે ત્યાં ચાલી રહેલા કામકાજ અને યોજનાઓ વિશે જાણકારી મેળવી હતી. વડાપ્રધાન મોદીના યાત્રાને લઈને સઘન સુરક્ષા માટે એસપીજી સાથે સ્થાનિક પોલીસ નૈતાન કરવામાં આવી છે.
Prime Minister Narendra Modi at Kedarnath temple. #Uttarakhand pic.twitter.com/mCOmRv5Mio
— ANI (@ANI) May 18, 2019
ઉલ્લેખનીય છે કે 2017માં જ્યારે મંદિરના કપાટ ખુલ્યા હતા ત્યારે પીએમ મોદી પ્રથમ ભક્ત તરીકે બાબા કેદારનાથના દર્શન કરી રૂદ્રાભિષેક કર્યો હતા. તેના બાદ હવે તૈઓ ચોથી વખત કેદારનાથની મુલાકાતે ગયા છે.Prime Minister Narendra Modi arrives in Kedarnath, he will offer prayers at Kedarnath temple shortly. #Uttarakhand pic.twitter.com/sJJwfUoMPd
— ANI (@ANI) May 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement