શોધખોળ કરો
વડાપ્રધાન મોદી 16 ફેબ્રુઆરીએ વારાણસીની લેશે મુલાકાત, મહાકાલ એક્સપ્રેસનું કરશે ઉદ્ધાટન
વડાપ્રધાન મોદીના પ્રવાસમાં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં 430 બેડની સુપર સ્પેશ્યાલિટી સરકારી હોસ્પિટલનું પણ ઉદ્ધાટન કરાશે.

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરીના રોજ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે. આ દરમિયાન તેઓ લગભગ 30થી વધુ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે. જ્યારે વડાપ્રધાન મોદીના પ્રવાસમાં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં 430 બેડની સુપર સ્પેશ્યાલિટી સરકારી હોસ્પિટલનું પણ ઉદ્ધાટન કરાશે. વડાપ્રધાન મોદી આઇઆરસીટીસીની મહાકાલ એક્સપ્રેસને વીડિયો લિંકના માધ્યમથી લીલી ઝંડી આપશે. આખી રાત ચાલનારી આ ટ્રેન ત્રણ તીર્થ કેન્દ્રો વારાણસી, ઉજ્જૈન અને ઓંકારેશ્વરને જોડશે. આ સાથે જ વડાપ્રધાન મોદી પંડિત દિનદયાલ ઉપાધ્યાય મેમોરિયલ સેન્ટરમાં દિનદયાલ ઉપાધ્યાયની 63 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે.
આ સાથે આઇઆરસીટીસી ત્રીજી કોર્પોરેટ ટ્રેન શરૂ કરવાની તૈયારીમાં છે. આ ટ્રેન વારાણસી અને ઇન્દોર વચ્ચે ચાલશે અને તેને કાશી મહાકાલ એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેન ત્રણ જ્યોતિલિંગ ઓંકારેશ્વર, મહાકાલેશ્વર અને કાશી વિશ્વનાથ સિવાય ભોપાલ અને ઇન્દોરને જોડશે. ટ્રેન અઠવાડિયામાં ત્રણ વખત વારાણસી અને ઇન્દોર વચ્ચે દોડશે.PM to also flagoff IRCTC’s Maha Kaal Express through video link. The first overnight journey private train will connect the 3 pilgrim centres-Varanasi, Ujjain& Omkareshwar. PM to also unveil a 63 feet tall statue of Pt Deendayal Upadhyaya at Pt Deendayal Upadhyaya Memorial Centre https://t.co/I0gynV3BuZ
— ANI UP (@ANINewsUP) February 14, 2020
વધુ વાંચો





















