શોધખોળ કરો
Advertisement
ઈતિહાસમાં પ્રથમ વખત CMએ જનતા પાસેથી બદલો લેવાની વાત કહીઃ યોગીના નિવેદન પર પ્રિયંકાનો પ્રહાર
યોગી આદિત્યનાથના નિવેદનને લઈ પ્રિયંકાએ કહ્યું, ઈતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રીએ બદલો લેવાની વાત કરી છે.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાનૂને લઈ પૂરા દેશમાં વિરોધ અને સમર્થનમાં રેલીઓ થઈ રહી છે. આ દરમિયન ઉત્તર પ્રદેશમાં ગત સપ્તાહે થયેલી હિંસા બાદ રાજનીતિમાં સતત ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું, અમે રાજ્યપાલને એક ચિઠ્ઠી સોંપી છે. અમે કહ્યું છે કે રાજ્ય સરકારે પોલીસ તરફથી અરજાકતા ફેલાવવાનું કામ કર્યં છે.
યોગી આદિત્યનાથના નિવેદનને લઈ પ્રિયંકાએ કહ્યું, યોગી કહે છે કે તેઓ જનતાથી બદલો લેશે. પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રીએ આવું નિવેદન આપ્યું છે. બિજનૌરમાં દૂધ લેવા જઈ રહેલા છોકરાની ગોળી મારી હત્યા કરી દેવમાં આવી, હોસ્પિટલમાં સહાય ન કરવામાં આવી, પોલીસે દબાણ કરીને ઘરની પાસે દફનાવવા બદલે 20 કિલોમીટર દફનવિધિ કરાવી. 21 વર્ષીય સુલેમાન UPSCની તૈયારી કરતો હતો. થોડા દિવસો પહેલા ઘરે આવ્યો હતો અને મસ્જિદ પાસે ઉભો હતો ત્યારે પોલીસ ઉઠાવીને લઈ ગઈ. તેને ગોળી મારવામાં આવી હતી. પોલીસે દબાણ કરીને મામલો નોંધવા ન દીધો.
પ્રિયંકાએ કહ્યું, મુખ્યમંત્રીએ બદલો લેવાનું જે નિવેદન આપ્યું છે તેના પર પોલીસ અડગ છે. ઈતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રીએ બદલો લેવાની વાત કરી છે. કૃષ્ણ ભગવાનનો વેશ છે, ભગવાન રામ કરૂણાનું પ્રતીક છે, શિવજીની બારાતમાં બધા નાચે છે. દેશમાં બદલાની કોઈ પરંપરા નથી. શ્રીકૃષ્ણે તેમના પ્રવચનમાં ક્યારેય બદલાની વાત નથી કરી. યોગીએ ભગવો ધારણ કર્યો, આ ભગવો તમારો નથી. ભગવો દેશની આધ્યાત્મિક આસ્થાનું ચિન્હ છે. તેમાં બદલાની ભાવનાને કોઈ સ્થાન નથી.Congress General Secretary for UP (East) Priyanka Gandhi Vadra: The question of my security is not a big question rather a small one. There is no need to discuss it. Today we are raising the issue of security of the state's people. pic.twitter.com/9s8XSNH06M
— ANI UP (@ANINewsUP) December 30, 2019
કોંગ્રેસ મહાસચિવે કહ્યું, મારી સુરક્ષાનો સવાલ જ નથી, તેના પર ચર્ચા કરવાની જરૂર નથી. અમે આમ આદમીના સવાલ ઉઠાવી રહ્યા છીએ. નાગરિકતા કાયદો બંધારણની વિરુદ્ધ છે. ખેતરમાં કામ કરતાં મજૂરો પાસે દસ્તાવેજો માંગશો તો ક્યાંથી લાવશે. મહારાષ્ટ્ર મંત્રીમંડળ વિસ્તરણઃ કોંગ્રેસ ધારાસભ્યના શપથ ગ્રહણ દરમિયાન ગુસ્સે થયા રાજ્યપાલ, જાણો કારણCongress General Secretary for UP (East) Priyanka Gandhi Vadra: State govt & state police have taken several steps which are not legal & which have led to anarchy. pic.twitter.com/HD0eGjcMf4
— ANI UP (@ANINewsUP) December 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement