શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ગાંધી રાજનીતિમાં એંટ્રી કરવા તૈયાર, આગલા 48 કલાકમાં થઈ શકે છે જાહેરાત
નવી દિલ્હી: પ્રિયંકા ગાંધી બહુ જલ્દીથી રાજનીતિમાં એંટ્રી કરી શકે છે. કોંગ્રેસ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી પહેલા પ્રિયંકા રાજનીતિમાં આવવા માટે રાજી થઈ ગઈ છે અને તેના માટે આગલા 48 કલાકમાં જાહેરાત કરી દેવામાં આવશે.
પ્રિયંકાને રાજનીતિમાં લાવવાની માંગ કોંગ્રેસની અંદર જોરદાર થઈ રહી છે. કોંગ્રેસના ચૂંટણી રાજનીતિકાર પ્રશાંત કિશોર પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પ્રિયંકાને મેદાનમાં ઉતારવાની સલાહ આપી ચૂક્યા છે. જ્યારે યૂપી કોંગ્રેસના નવા પ્રભારી ગુલામ નબી આઝાદે પ્રિયંકાને અમેઠી અને રાયબરેલીની બહાર પણ પ્રચાર કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જેના ઉપર તેમને પ્રિયંકા તરફથી પૉઝિટિવ સંકેત મળ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુલામ નબી આઝાદે પ્રિયંકા ગાંધીને લઈને યૂપી માટે એક પ્લાન બનાવ્યો છે. જેના પર ફાઈનલ નિર્ણય માટે પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો સ્વદેશ પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે રાહુલ ગાંધી ભારત આવી ચૂક્યા છે તો પ્રિયંકાને લઈને આગલા 48 કલાકમાં મોટી જાહેરાત થવાની આશા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement