Priyanka Gandhi Property: આઠ લાખ રૂપિયાની કાર, 1.15 કરોડનું ગોલ્ડ, જાણો પ્રિયંકા ગાંધી પાસે કેટલી છે કુલ સંપત્તિ?
Priyanka Gandhi Property: પ્રિયંકા ગાંધીએ એફિડેવિટમાં 4 કરોડ 24 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે
Priyanka Gandhi Property: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ બુધવારે (23 ઓક્ટોબર) કેરળના વાયનાડથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમની સાથે માતા સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર હતા. નોમિનેશન દરમિયાન તેણે પોતાની સંપત્તિ પણ જાહેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે તેની પાસે 8 લાખ રૂપિયાની કાર અને 1.15 કરોડ રૂપિયાનું સોનું છે.
લોકસભા પેટાચૂંટણી માટે વાયનાડથી તેમની પ્રથમ ચૂંટણી હરીફાઈ માટે ઉમેદવારી નોંધાવતા પહેલા પ્રિયંકા ગાંધીએ વાયનાડના કલપેટ્ટામાં લગભગ 11:45 વાગ્યે એક વિશાળ રોડ શોમાં પણ ભાગ લીધો હતો.
પ્રિયંકા ગાંધી પાસે કેટલી મિલકત છે?
પ્રિયંકા ગાંધીએ એફિડેવિટમાં 4 કરોડ 24 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે. તેમની પાસે 52 હજાર રૂપિયા રોકડા, 2 કરોડ 24 લાખ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ, બેન્ક ખાતામાં લગભગ 3 લાખ 60 હજાર રૂપિયા, પીપીએફ ખાતામાં 17 લાખ 38 હજાર રૂપિયા, 8 લાખ રૂપિયાની હોન્ડા સીઆરવી કાર છે. આ કાર પતિએ ભેટ આપી છે. આ સિવાય તેમની પાસે 1 કરોડ 15 લાખ રૂપિયાનું સોનું અને 29 લાખ રૂપિયાની ચાંદી પણ છે.
આ સિવાય પ્રિયંકા ગાંધી પાસે 2 કરોડ 10 લાખ 13 હજાર 598 રૂપિયાની ખેતીની જમીન છે, જે દિલ્હી નજીક સુલતાનપુર મેહરોલી ગામમાં છે અને તેના ભાઈ રાહુલ ગાંધીનો પણ તેમાં હિસ્સો છે. પ્રિયંકા ગાંધીનું પણ હિમાચલ પ્રદેશના શિમલામાં 5 કરોડ 63 લાખ 99 હજાર રૂપિયાનું ઘર છે.
કયા ખાતામાં કેટલા રૂપિયા જમા થયા?
પ્રિયંકા ગાંધી દ્વારા આપવામાં આવેલી તેમની સંપત્તિની વિગતો અનુસાર, એચડીએફસી દિલ્હી બ્રાન્ચમાં 2 લાખ 80 હજાર 953 રૂપિયા, યુકો બેન્ક દિલ્હી બ્રાન્ચમાં 80 હજાર 399 રૂપિયા, કેનરા બેન્ક કેરલા બ્રાન્ચમાં 5 હજાર 929 રૂપિયા જમા છે. તેમની સ્થાવર મિલકત 7 કરોડ 74 લાખ 12 હજાર 598 રૂપિયાની છે.
આ સિવાય પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાં જણાવ્યું કે તેમની સામે ત્રણ કેસ પેન્ડિંગ છે. કલમ 420, 469, 188, 269, 270, 9 અને 51 હેઠળ કેસ નોંધાયા છે. બે કેસ ઉત્તર પ્રદેશ અને એક મધ્ય પ્રદેશમાં છે.
વાયનાડ લોકસભા ચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ભર્યુ ઉમેદવારી ફોર્મ, રાહુલ સહિતના નેતાઓ રહ્યાં ઉપસ્થિત