શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રિયંકા ગાંધીએ ટેલીકોમ કંપનીઓને લખ્યો પત્ર, કહ્યું- લોકો સંકટમાં ફ્રી કરો મોબાઈલ સેવા
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પત્ર લખીને ટેલીકોમ કંપનીઓને માનવતાના આધાર પર મદદ કરવાનો આગ્રહ કર્યો છે.
નવી દિલ્હી: લોકડાઉનના સંકટ વચ્ચે મોટી સંખ્યામાં મજૂરો શહેરમાંથી ગામડાઓ તરફ જઈ રહ્યા છે. વાહનો બંધ હોવાના કારણે મજૂરો પોતાના પરિવાર સાથે પગપાળા ઘર તરફ જઈ રહ્યા છે. ત્યારે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પત્ર લખીને ટેલીકોમ કંપનીઓને માનવતાના આધાર પર મદદ કરવાનો આગ્રહ કર્યો છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ એરટેલ, બીએસએનએલ, વોડાફોન અને જિયો ટેલીકોમ કંપનીઓને પત્ર લખીને કહ્યું, ભૂખ્યા તરસ્યા અને બીમારીઓ સામે લડીને લોકો પોતાના પરિવાર પાસે પહોંચવા સંકટનો સામનો કરી રહ્યા છે, આ પ્રકારની સ્થિતિમાં ટેલીકોમ કંપનીઓ સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. તેમણે કહ્યું ઘણા એવા લોકો છે જે ઘરે જઈ રહ્યા છે તેમનું રિચાર્જ ખત્મ થઈ ગયું છે. આ પ્રકારની સ્થિતિમાં તેઓ પરિવાર સાથે વાત નથી કરી શકતા.
ટેલીકોમ કંપનીને અનુરોધ કરતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, આ પ્રકારની સ્થિતિમાં મોબાઈલ સેવામાં ઈનકમિંગ અને આઉટગોઈંગ એક મહિના માટે મફત કરવામાં આવે તો આ મુશ્કેલ સમયમાં લોકો પોતાના પરિવારના સંપર્કમાં રહે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion