શોધખોળ કરો
Advertisement
ઉરીમાં શહીદ જવાનો માટે કોગ્રેસે કાઢી શ્રદ્ધાંજલિ રેલી, લાગ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા
મુરાદાબાદ: ઉરી હુમલામાં શહીદ થનારા જવાનોને સલામ કરવા માટે કોંગ્રેસે શનિવારે ઠાકુરદ્વારામાં એક રેલી કરી હતી. આ રેલીમાં કેટલાક લોકોએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. જે બાદ ત્યાં હાજર લોકો ક્રોધે ભરાયા હતા. જે જોતા જેણે આ નારા લગાવ્યા હતા તે લોકોએ સામેથી પોતાની ભૂલ સ્વીકારીને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
કોંગ્રેસ પાર્ટી તરફથી શનિવારે ઠાકુદ્વારા શ્રદ્ધાંજલિ જુલૂસના નામથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેના માટે જિલ્લા કક્ષાના પદાધિકારી અને જિલ્લાના તમામ કોંગ્રેસીઓ આવ્યા હતા.
આ દરમિયાન આ કાર્યક્રમમાં શામેલ લોકોએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા, જેથી બધા ચોંકી ગયા હતા. શામેલ થયેલા લોકોએ આ સાંભળતા આક્રોશે ભરાયા હતા. જે બાદ કોંગ્રેસના પદાધિકારીઓનું ધ્યાન જતાં તેમણે ભૂલ સ્વીકારી હતી અને કાર્યકર્તાઓ પાસે નારા સુધરાવ્યા હતા.
આ પછી રેલી આગળ વધી હતી. પણ આખી રેલીમાં આ નારો ચર્ચાનો વિષય રહ્યો હતો. ક્ષેત્રના લોકોમાં પણ આ અંગે ગુસ્સો છે. કોંગ્રેસના પદાધિકારીઓએ સ્વીકાર્યુ હતું કે ભૂલથી કાર્યકર્તાઓએ ખોટા નારા લગાવ્યા હતા. જેને તત્કાલ સુધારી લેવામાં આવ્યા હતા.
આ બાદ સ્પષ્ટતા કરતી એક નોટ પણ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમ પાકિસ્તાન તરફથી થયેલા આતંકી હુમલાના વિરોધમાં કરવામાં આવ્યો હતો. તો એવું કઈ રીતે બની શકે કે અમે પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવીએ. આ અફવા છે. હું કાર્યક્રમમાં હાજર હતો અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. અમે આતંકી હુમલામાં શહીદ થયેલા 18 સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા- ડો. એપી સિંહ, જિલ્લા અધ્યક્ષ, કોંગ્રેસ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement