(Source: ECI/ABP News/ABP Majha)
કામની વાતઃ પાસપોર્ટને કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે આ રીતે કરો લિન્ક, વિદેશ જવામાં નહીં પડે તકલીફ
અભ્યાસ, જૉબ કે પછી ટૉક્યો ઓલિમ્પિક રમતોમાં પાર્ટિસિપેટ કરવા માટે વિદેશ જનારા લોકોને પોતાના પાસપોર્ટની સાથે કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટને લિંક કરાવવુ અનિવાર્ય રહેશે.
નવી દિલ્હીઃ કોઇપણ વિદેશ યાત્રા કરવા માટે વેક્સિનેશન સર્ટિફિકેટ ખુબ જરૂરી થઇ ગયુ છે. આને લઇને તમામ દેશોના પોતાના અલગ અલગ નિયમ છે. વળી, ગયા મહિને કેન્દ્ર સરકારે કૉવિડ-19 વેક્સિનેશનને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. જે અનુસાર, અભ્યાસ, જૉબ કે પછી ટૉક્યો ઓલિમ્પિક રમતોમાં પાર્ટિસિપેટ કરવા માટે વિદેશ જનારા લોકોને પોતાના પાસપોર્ટની સાથે કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટને લિંક કરાવવુ અનિવાર્ય રહેશે. જો તમે કોઇપણ અભ્યાસ કે પછી નોકરીના સિલસિલામાં વિદેશ જવા ઇચ્છો છો તો તમારે પણ આની જરૂર પડશે. એટલા માટે અમે તમને બતાવી રહ્યાં છીએ કઇ રીતે કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે પાસપોર્ટને લિન્ક કરી શકાય છે.
આ રીતે પાસપોર્ટને કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે કરો લિન્ક-
લિન્ક કરવા માટે સૌથી પહેલા cowin.gov.in વેબસાઇટ પર જાઓ.
અહીં લૉગીન કરીને raise a issueના ઓપ્શનને સિલેક્ટ કરી દો.
આટલુ કર્યા બદા અહીં પાસપોર્ટનો ઓપ્શન સિલેક્ટ કરો.
અહીં ડ્રૉપ ડાઉન મેનૂમાંથી પર્સનને સિલેક્ટ કરો.
આટલુ કર્યા બાદ પાસપોર્ટ નંબર એન્ટર કરો.
હવે છેલ્લે તમામ ડિટેલ્સ નાંખીને સબમીટ કરી દો.
આટલુ કર્યા બાદ થોડીવારમાં તમને પાસપોર્ટ લિન્કની સાથે નવુ કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ મળી જશે.
આ નવા સર્ટિફિકેટને તમે ડાઉનલૉડ અથવા તો સેવ કરીને રાખી શકો છો.
પાસપોર્ટ અને સર્ટિફિકેટમાં એકસરખી જ હોવી જોઇએ ડિટેલ-
અહીં ધ્યાન આપવાની બાબત એ છે કે વેક્સિનેશન સર્ટિફિકેટમાં પાસપોર્ટ નંબર લિન્ક કરવા માટે કેન્ડિડેટની ડિટેલ્સ એકસરખી જ હોવી જોઇએ. માની લો જો સર્ટિફિકેટમાં તમારુ નામ પણ ખોટુ છે તો આના પોર્ટલ પર જઇને કરેક્ટ કરી શકો છો. પરંતુ યાદ રહે કે અહીં નામ બદલવાનો ઓપ્શન ફક્ત એકવાર જ મળે છે, એટલે તમારે એકદમ ધ્યાનથી કામ કરવાની જરૂર છે.અભ્યાસ, જૉબ કે પછી ટૉક્યો ઓલિમ્પિક રમતોમાં પાર્ટિસિપેટ કરવા માટે વિદેશ જનારા લોકોને પોતાના પાસપોર્ટની સાથે કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટને લિંક કરાવવુ અનિવાર્ય રહેશે.