શોધખોળ કરો
Advertisement
ગૃહમંત્રી અમિત શાહના પત્ર પર TMCએ કહ્યુ- આરોપ સાબિત કરો નહી તો માફી માંગો
મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કહ્યુ કે, શાહ એ લોકોની વાત કરી રહ્યા છે જેઓને કેન્દ્ર સરકારે નસીબના ભરોસે છોડી દીધા છે.
નવી દિલ્હીઃ તૃણમૂલ કોગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ પશ્વિમ બંગાળ સરકાર પર પ્રવાસીઓને લઇને આવતી ટ્રેનોને ન આવવા દેવાનો આરોપ લગાવના પત્રને લઇને ગૃહ મંત્રી અમિત શાહને કહ્યું હતુ કે, તે પોતાના આરોપ સાબિત કરે અથવા માફી માંગે. સાથે બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે ગૃહ મંત્રી સપ્તાહો સુધી મૌન રહ્યા બાદ ખોટું બોલીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કહ્યુ કે, શાહ એ લોકોની વાત કરી રહ્યા છે જેઓને કેન્દ્ર સરકારે નસીબના ભરોસે છોડી દીધા છે.
અભિષેક બેનર્જીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આ સંકટ દરમિયાન પોતાના કર્તવ્યો નિભાવવામાં નિષ્ફળ રહેલા ગૃહમંત્રી સપ્તાહો સુધી મૌન રહ્યા બાદ ફક્ત ખોટું બોલીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે બોલે છે. તે એવા લોકો અંગે વાત કરી રહ્યા છે જેમન સરકારે તેમના નસીબ પર છોડી દીધા છે. અમિત શાહ પોતાના ખોટા આરોપ સાબિત કરે અથવા માફી માંગે.
વાસ્તવમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને કહ્યું હતું કે, પશ્વિમ બંગાળ સરકાર પ્રવાસી મજૂરોને લઇને આવતી ટ્રેનોને રાજ્યમાં આવવાની મંજૂરી આપી રહી નથી. જેનાથી કામદારોને વધુ સમસ્યા થઇ શકે છે. દેશના વિવિધ હિસ્સાઓથી અલગ અલગ સ્થળો પર પહોંચતા પ્રવાસી મજૂરોને લઇ જવા માટે કેન્દ્ર સરકાર દ્ધારા ચલાવવામાં આવતી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે બે લાખથી વધુ પ્રવાસી મજૂરોને ઘર પહોંચાડવાની સુવિધા આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion