શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પંજાબ: કૉંગ્રેસના ધારાસભ્ય સહિત પરિવારના 11 લોકો કોરોનાથી સંક્રમિત, લગ્નમાં આવેલા 9 લોકો પણ પોઝિટિવ
ધારાસભ્ય સુનીલ દત્તીના ઘર પર લગ્ન સમારોહ હતો. જેમાં કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ ઘરના 11 લોકો સહિત અન્ય 9 લોકો વાયરસથી સંક્રમિત થઈ ગયા છે.
અમૃતસર: દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં ઘટોડા થયો છે પરંતુ નવા કેસ હજુ સતત સામે આવી રહ્યા છે. ત્યારે પંજાબના અમૃતસરમાં કોંગ્રેસના ધારાસભ્ય સુનિલ દત્તી અને તેના પરિવારના 10 સભ્યો પંજાબના કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સુનીલ દત્તી ઉત્તર અમૃતસરના ધારાસભ્ય છે. એક સાથે આટલા બધા લોકોને કોરોનાનો ચેપ લગાતા વહીવટી તંત્રએ તેમના ઘરને માઇક્રો કન્ટેન્ટ ઝોન જાહેર કર્યું છે.
આરોગ્ય વિભાગ અનુસાર, ધારાસભ્ય સુનીલ દત્તીના ઘર પર લગ્ન સમારોહ હતો. જેમાં કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ ઘરના 11 લોકો સહિત અન્ય 9 લોકો વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. સિવિલ સર્જન ડો.ચરણજીત સિંહના જણાવ્યા અનુસાર, ધારાસભ્યના ઘરે 11 લોકો સિવાય નવ સંબંધીઓને પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
પ્રશાસને કૉંગ્રેસ ધારાસભ્યના લગ્નમાં હાજર રહેનારા અને તેમને મળેલા તમામ લોકોની યાદી માંગી છે. રવિવારે તમામ લોકોનું કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1 કરોડ 9 લાખ 77 હજાર 387 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 13,993 નવા કેસ નોંધાયા હતા. ભારતમાં કુલ એક્ટિવ કેસ 1 લાખ 43 હજાર 127 છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion